<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

શિક્ષણ બોર્ડ ફરી એક વાર વિવાદમાં : ધુળેટીના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર રખાતા વિરોધ

જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી

અમદાવાદ :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એક વાર વિવાદમાં આવ્યું છે, કારણ કે રંગોના તહેવાર ધૂળેટીના દિવસે જ બોર્ડની ફરજિયાત પરીક્ષાઓ ગોઠવવામાં આવી છે. 4 માર્ચે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઇતિહાસનું પેપર રાખવામાં આવ્યું છે, જ્યારે એ જ દિવસે અર્થશાસ્ત્ર અને નાંમાના મૂળતત્વોનું પેપર પણ નિર્ધારિત છે. જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વર્ષ 2023માં પણ બોર્ડે ચેટી ચાંદના દિવસે પરીક્ષા રાખ્યા બાદ સુધારો કર્યો હતો, તેમ છતાં ફરી આવી પરિસ્થિતિ સર્જાતા બોર્ડની આયોજન ક્ષમતા પર સવાલો ઊભા થયા છે.

(6:39 PM IST)