તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
ભાવનગરમાં ૩૫ વ્યાજખોરો જેલના સળિયા ગણતા કરી દેવાતા સન્નાટો
લાચાર લોકોની મજબૂરીનો લાભ લેનાર વ્યાજખોરો વિરુદ્ધ કાયદાનો દંડુકો ઉગામતા એસપી નિતેશ પાંડે લોકોની સમસ્યાઓથી વાકેફ ig ગૌતમ પરમાર દ્વારા જિલ્લા પોલીસ વડાને છુટ્ટો દોર અપાયા

રાજકોટ તા. ૫: રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા ભાવનગર એસપી નિતેશ પાંડેએ ભાવનગર એસપી તરીકે ચાર્જ સંભાળતા સાથે જ લોકોની અનેક પ્રકારની સમસ્યાઓ ઉકેલવા મેદાને પડ્યા છે, જેમાં વધુ એક સફળતા મળી છે. યોગાનુયોગ સામાન્ય લોકોની સમસ્યાથી ખૂબ સારી રીતે વાકેફ અને તેના ઉકેલ માટે સદા તત્પર એવા રેન્જ ગૌતમ પરમારનું માર્ગદર્શન મળતા ભાવનગર જિલ્લામાં લોકોને પણ નવી આશાનું કિરણ જાગ્યું છે.લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી મોટું વ્યાજ વસુલતા લોકો વિરુદ્ધ ફરિયાદો ઉઠતા જ એસપી નિતેશ પાંડે દ્વારા કાયદાનો દંડુકો ઉગામતા કુલ ૧૫ જેટલા ગુન્હાઓ દાખલ કરી ૩૧ આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધાં છે.પોલીસ અધિક્ષક નિતેશ પાંડે એ લોકોને વ્યાજખોરોના ભોગ બન્યા હોય તો નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવા અપીલ કરી છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
