તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
જય સરદાર, પદયાત્રા જોરદાર...વડોદરા પંથકમાં ભાગ લેતા બ્રિજેશ મેરજા

રાજકોટઃ અખંડ ભારતના સર્જક અને દેશના નાયબ ગ્રહ પ્રધાન તરીકે ૫૬૨ રજવાડાઓનું એકત્રીકરણનું ભગીરથ કાર્ય કરનાર સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી અંતર્ગત સમગ્ર ભારતમાં એકતા પદયાત્રા ચાલી રહી છે તે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કરમસદ થી પ્રારંભેલી અને ૬ ડિસેમ્બરે કેવડિયા એકતાનગર પૂર્ણાહુતિ થનાર ૧૯૦ કી.મી.ની સરદાર એકતા પદયાત્રા હાલ ચાલુ છે તેમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં બે દિવસ આ પદયાત્રામાં પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજા પણ જોડાયા હતા. આ યુનિટી માર્ચમાં ઠેર ઠેર સરદાર પટેલના જીવન ચરિત્રને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો યોજાતા હોય છે. તેમાં પદ યાત્રા દરમિયાન શિનોર તાલુકામાં ૫૬૨ રજવાડાઓ ની સ્મળતિમાં સરદાર એકતા સ્મળતિ વન નિર્માણ કરવાના ભાગરૂપે યોજાયેલ વળક્ષારોપણ માં તેલંગણા ના આગેવાન શ્રી પ્રેમંદર રેડી સાથે બ્રિજેશ મેરજા એ ભાગ લીધો હતો. મોટા ફોફળવા ગામે ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય અને મંત્રીશ્રીઓ શ્રી નરેશ પટેલ, શ્રી પી. સી. બરંડા સહિત અનેક રાજકીય અને સહકારી અને પંચાયત ક્ષેત્રના મહાનુભાવો આ પદયાત્રામાં સામેલ થયા હતા. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો એકતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં સફળતા મળી રહી છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
