<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

સાણંદનાં કલાણા ગામે અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને : લઘુમતી સમાજનાં લોકો દ્વારા ઠાકોર સમાજને કનડગતનો આરોપ

અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સમાજને સંબોધતા કહ્યુ કે, આ બધા પોતાના મનમાં શું સમજે છે કે આ બધા નોંધારા છે. રાતના પણ જો કોઈ હેરાન કરે તો મને ફોન કરજો હું અડધો કલાકમાં આવી જઇશ.

અમદાવાદના સાણંદના કલાણા ગામે અવારનવાર જૂથ અથડામણના પગલે હવે અલ્પેશ ઠાકોર મેદાનમાં આવ્યા છે. બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણની ઘટના બનતી હોય છે. લઘુમતી સમાજના લોકો તરફથી ઠાકોર સમાજને કનડગતનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનાથી ઠાકોર અને સાધુ સમાજને પરેશાની વધી છે. અલ્પેશ ઠાકોરે પોલીસને અપીલ કરી છે. અસામાજીક તત્વો સામે કડક હાથે કાર્વાહી કરવા માટે અપીલ કરી છે.

 

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ સાધુ સમાજના લોકો પર હુમલાની ઘટના બની હતી અને ઠાકોર સમાજના લોકોએ મદદ કરતા એમને પણ નિશાને લેવામાં આવ્યોનો આરોપ છે. લઘુમતી સમાજના લોકો શેરીઓમાં આવતી મહિલાઓની હાજરીમાં અપશબ્દો બોલે છે. યુવકને ચાંદલો કરવા બાબતે અને લગ્નમાં વરઘોડો કાઢવા બાબતે પણ પરેશાન કરતા હોવાનો આરોપ છે. ત્યારે હવે અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સમાજને સંબોધતા કહ્યુ કે, આ બધા પોતાના મનમાં શું સમજે છે કે આ બધા નોંધારા છે. રાતના પણ જો કોઈ હેરાન કરે તો મને ફોન કરજો હું અડધો કલાકમાં આવી જઇશ.

(2:07 PM IST)