તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
૪૨ વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા
વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસઃઆ સજાથી કોર્ટરૃમમાં હાજર લોકોમાં સંતોષ અને ન્યાય મળ્યાની લાગણી વ્યાપી ગઈ હતી

વાપી : ગુજરાતમાં કાયદાના શાસન અને ઝડપી ન્યાયનું ઉદાહરણ પૂરું પાડતા એક ચુકાદામાં વાપીની વિશેષ પોક્સો કોર્ટે ૬ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના ઘૃણાસ્પદ કૃત્યને અંજામ આપનાર ૪૨ વર્ષીય આરોપી રઝાક સુભાન ખાનને ફાંસીની સજા ફટકારી છે. આ સજાથી કોર્ટરૃમમાં હાજર લોકોમાં સંતોષ અને ન્યાય મળ્યાની લાગણી વ્યાપી ગઈ હતી.
આ ચોંકાવનારો કિસ્સો વાપીના ડુંગરા વિસ્તારનો છે, જ્યાં વર્ષ ૨૦૨૩માં એક શ્રમજીવી પરિવારની બાળકી શિકાર બની હતી. આરોપી રઝાક સુભાન ખાને એક શ્રમજીવી પરિવારની માત્ર છ વર્ષની માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપીને ઝાડીઓમાં લઈ ગયો હતો. નરાધમે બાળકી પર પહેલા દુષ્કર્મ આચર્યું અને પછી તેની હત્યા કરી હતી. આ ઘટના બાદ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.આ કેસની સુનાવણી વાપીની વિશેષ પોક્સો કોર્ટમાં ઝડપી ગતિએ ચાલી હતી. પીડિત તરફથી સુરતના પબ્લિક પ્રોસિક્યુટર નયન સુખડવાલા અને વલસાડના પીપી અનિત ત્રિપાઠીએ ધારદાર અને મજબૂત દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. પોલીસે ઝડપથી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરી હોવાથી માત્ર થોડા મહિનાઓમાં જ આરોપીને સૌથી કડક સજા મળી શકી છે. બાળકીના પરિવારજનોએ પણ આ ઝડપી અને કડક ન્યાય બદલ આનંદ વ્યક્ત કર્યો છે.હવે આગામી સમયમાં આરોપી રઝાક સુભાન ખાન વાપી કોર્ટના આ નિર્ણયને આગળ હાઈકોર્ટમાં અરજી કરી પડકારી શકે છે અને ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરાવી શકે છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
