તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
ગુજરાત એટીએસએ ઝડપેલા જાસૂસીના 2 આરોપીને ખેડા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
બંને જાસૂસ પૈકી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા મહેમદાવાદના કાચ્છઈ ગામના પ્રકાશ નામના યુવકને યુટ્યુબ માટે વીડિયો એડિટિંગનું કામ આપવાનું અને બદલામાં 20 હજાર પગાર આપવાની વાત કરી હતી. પ્રકાશના લેપટોપમાં આર્મીના ડોક્યુમેન્ટ સેવ કરાવી તેને ઝૂમ કરાવી રાધિકા નામની મહિલાએ જોયા હતા.

ગુજરાત ATSએ ઝડપેલા જાસૂસીના 2 આરોપીને ખેડા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત ATSએ ઝડપેલા જાસૂસીના 2 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ ગુજરાત ATSએ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે બંને આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગુજરાત ATSએ ઝડપેલા 2 જાસૂસને ખેડા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. બંને જાસૂસ પૈકી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા મહેમદાવાદના કાચ્છઈ ગામના વ્યક્તિ સાથે સંપર્કમાં હોવાની માહિતી મળી હતી.કાચ્છઈ ગામના પ્રકાશ નામના યુવકને યુટ્યુબ માટે વીડિયો એડિટિંગનું કામ આપવાનું અને બદલામાં 20 હજાર પગાર આપવાની વાત કરી હતી. પ્રકાશના લેપટોપમાં આર્મીના ડોક્યુમેન્ટ સેવ કરાવી તેને ઝૂમ કરાવી રાધિકા નામની મહિલાએ જોયા હતા. રાધિકા નામની મહિલાએ જ દિલ્હીથી પ્રકાશને કુરિયર મારફતે રાઉટર ચાર્જિંગ કેબલ અને અન્ય ડિવાઇસ પણ મોકલ્યા હતા. 23 નવેમ્બર 2024થી 19 માર્ચ 2025 સુધીમાં જુદી જુદી પાંચ વાર સેનાને સંબંધિત ડોક્યુમેન્ટ મોકલવામાં આવ્યા હતા.જોકે આ ડોક્યુમેન્ટ સ્કેન કરાવી તેનું કોઈ એડીટીંગ કરવાનું કે youtubeમાં લગાવવાનું કામ કરવામાં આવ્યું ન હતું. જેથી પ્રકાશને શંકા જતા તેણે ATS પોલીસનો સંપર્ક કર્યો હતો.
ગુજરાત ATSએ કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, જે પૈકી 2 આરોપીઓ હાલ ATSએ ઝડપી પાડ્યા છે. મહિલાની શંકાસ્પદ ગતિવિધિઓ લાગતા પ્રકાશભાઈએ ગુજરાત ATSને 3 એપ્રિલ 2025ના રોજ જાણ કરી હતી. ગુજરાત ATSએ જાસૂસીના 2 આરોપીને દબોચી લીધા હતા. સમગ્ર મામલે ગુજરાત ATSએ ઝડપેલા જાસૂસીના 2 આરોપીને કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
