તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
દર્શન યુનિવર્સીટી ખાતે યોજાયો તૃતિય દિક્ષાંત સમારોહ : ૧ર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ૮૬૦ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત

રાજકોટ : દર્શન યુનિવર્સીટી દ્વારા તૃતિય દિક્ષાંત સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે કુલ ૮૬૦ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓમાંથી ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તેમજ ૧ર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહનું ઉદ્ઘાટન દર્શન યુનિવર્સીટીના અધ્યક્ષ ડો. આર.જી. ધમસાણીયા દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ દર્શન યુનિવર્સીટીના પ્રોવોસ્ટ એમ.વી. સંઘાણી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત પ્રવચન તથા યુનિવર્સીટી વાર્ષિક અહેવાલની રજુઆત કરવામાં આવેલ. આ દિક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ તરીકે નિલેષભાઇ એમ. દેસાઇ (વરિષ્ઠ વૈજ્ઞાનિક તથા સ્પેસ એપ્લિકેશન સેન્ટર - ઇસરો, અમદાવાદના ડાયરેકટર) ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી મેઘજાનંદજીએ પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં વિદ્યાર્થીઓને તેમના ઁિશક્ષણને જીવનમાં અમલમાં લાવવાની અને ભારતને ફરી તેના સુવર્ણ સિંહાસન પર ગૌરવ પૂર્વક પહોંચાડવાની અપીલ કરી હતી. આ સાથે ભારતના મહાન વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામના પ્રસિદ્ધ ઉદ્ગારો ‘‘શિક્ષણ એ સૌથી શકિતશાળી શષા છે.'' યાદ કરી માત્ર સિદ્ધાંત આધારિત શિક્ષણ કરતા વ્યાવહારિક જ્ઞાન વધુ મહત્વપૂર્ણ હોવાનું જણાવેલ. તેમણે નવી શિક્ષણ નિતિ (NEP-2020) ના મુખ્ય તત્વોને વિદ્યાર્થીઓ સરળ રીતે રજુ કર્યા. ત્યારબાદ ડો. આર.જી. ધમસાણીયાએ જણાવ્યું કે જીવનમાં સફળ થવા માટે કઠોર પરિશ્રમ સાથે મજબુત નૈતિક મુલ્યો અપનાવવા અનિવાર્ય છે. હાર્ડ વર્ક અને એથીકસ આ બન્નેનો સમન્વય જ સાચી સફળતાનું મુળ છે. તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પ્રોફેસર મૌલિક ત્રિવેદી તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
ઉપરાંત સમગ્ર કાર્યક્રમનુૅ સુંદર અને સુવ્યવસ્થિત એન્કરીંગ પ્રોફેસર ઋતુ પઢીયાર મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તેમની રજુઆતથી કાર્યક્રમ વધુ પ્રભાવશાળી અને અવિસ્મરણીય બન્યો.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
