<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

અમદાવાદ મનપાનો એસ્ટેટ અને ફાયર વિભાગ હરકતમાં:1 ગેમિંગ ઝોન બંધ કરાયું :9 હોસ્પિટલ સીલ કરી એક હોસ્પિટલ બંધ કરાઈ

6 જેટલા શૈક્ષણિક એકમો સીલ કરાયા: 46 સિનેમાઘરો પૈકી 10 એકમને BU ની કામગીરી માટે નોટીસ:234 બેન્કવેટ અને મેરેજ હોલ પૈકી 2 એકમ સીલ કરાયા :164 ટ્યુશન ક્લાસ પૈકી 29 એકમને નોટિસ પાઠવી જ્યારે 6 એકમ સીલ કરાયા.

અમદાવાદ : રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદ મહાનગર પાલિકાનો એસ્ટેટ અને ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં અલગ અલગ કેટેગરીના એકમોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં 35 ગેમિંગ ઝોન પૈકી 1 ગેમિંગ ઝોન પાસે BU નહીં હોવાથી તેને બંધ કરવામાં આવ્યું હતું. 1257 હોસ્પિટલ પૈકી 9 હોસ્પિટલ પાસે BU નહીં હોવાથી સીલ કરાઈ જ્યારે એક હોસ્પિટલ બંધ કરાવાઈ છે.

નોંધાયેલી 909 ખાનગી યુનિ. અને એજયુકેશન સંસ્થાઓ પૈકી 6 એકમોને સીલ કરાયા છે. 46 સિનેમાઘરો પૈકી 10 એકમને BU ની કામગીરી માટે નોટીસ પાઠવવામાં આવી છે. 234 બેન્કવેટ અને મેરેજ હોલ પૈકી 2 એકમ સીલ કરવામાં આવ્યા છે. નોંધાયેલા 164 ટ્યુશન ક્લાસ પૈકી 29 એકમને નોટિસ પાઠવી જ્યારે 6 એકમ સીલ કરાયા છે.

(12:56 AM IST)