<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

લાખણી – થરાદ હાઇવે પર બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત

બાઈક ચાલક શિક્ષક લાખણીના કેસરપુરા પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે કરતો હતો નોકરી

વાવ થરાદના લાખણી – થરાદ હાઇવે પર અકસ્માત થયો હતો. બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત થયું છે. બાઈક ચાલક શિક્ષક લાખણીના કેસરપુરા પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે નોકરી કરતો હતો.  શિક્ષક પ્રભુજી ઠાકોર શાળાથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો . શિક્ષક પ્રભુજી ઠાકોરે BLO તરીકે કામગીરી કરી હતી, મૃતક શિક્ષક પ્રભુજી ઠાકોર મૂળ રાહ તાલુકાના મેઘપુરા ગામનો. મૃતકના મૃતદેહ ને પીએમ અર્થે લાખણી ની સરકારી હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યો છે 

(12:18 AM IST)