તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
મહેસાણાના કડીના કૈયલ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
‘આદિત્ય ક્લિનિક’ નામે પ્રેક્ટિસ કરતા નરેશગીરી ગોસ્વામીને ઝડપી એક્સપાયરી ડેટવાળી દવાઓ અને સાધનોનો જથ્થો જપ્ત કરાયો

મહેસાણાના કડીના કૈયલ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે , આરોગ્ય વિભાગે દરોડા પાડીને બનાવટી ડોકટરને ઝડપી પાડ્યો છે. ‘આદિત્ય ક્લિનિક’ નામે પ્રેક્ટિસ કરતા નરેશગીરી ગોસ્વામી પકડાયો છે. એલોપેથિક ડિગ્રી વગર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.. દવાખાનામાંથી એક્સપાયરી ડેટવાળી દવાઓ અને સાધનોનો જથ્થો મળ્યો છે. મૂળ માણસા અને હાલ કલોલનો શખ્સ કૈયલમાં ચલાવતો હતો હાટડી. નંદાસણ પોલીસે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ આદરી છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
