તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
નવસારી જિલ્લામાં IG ઇન્સ્પેક્શન બાદ તુરત 5 PIની બદલી: અમુક પીઆઈ સાઈડલાઈન
નવસારી ગ્રામ્ય અને મરોલી પોલીસ મથકના પી.આઈને લીવ રિઝર્વમાં મુકાતા ખળભળાટ

નવસારી જિલ્લામાં આઈ.જીના ઇન્સ્પેક્શન બાદ તુરંત બદલીનો ગંજીપો ચીપાયો હતો, આઈ.જી ઇન્સ્પેક્શન પૂર્ણ થયા બાદ જિલ્લા પોલીસ વડાએ તુરંત બદલીના આદેશ કર્યા છે . નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા આઈ.જી ઇન્સ્પેકશન બાદ તુરંત બદલીના હુકમ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી છે, નવસારી ગ્રામ્ય અને મરોલી પોલીસ મથકના પી.આઈને લીવ રિઝર્વમાં મુકાતા ખળભળાટ મચ્યો હતો.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
