<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

હિંમતનગરમાં 72 કલાક સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ : 11.71 લાખની ઠગાઈ : બે આરોપીની ધરપકડ

મહેતાપુરા વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝનને લગભગ 24 દિવસ પહેલા અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં 65 વર્ષીય સિનિયર સિટિઝન સાથે ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે ₹11.71 લાખની મોટી ઠગાઈ કરાયાની ઘટના સામે આવી છે. હિંમતનગર સાયબર પોલીસ દ્વારા ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝનને લગભગ 24 દિવસ પહેલા અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો. વિડિયો કોલમાં આરોપીઓએ તેમને ધમકી આપી કે તમારા ઘર આસપાસ 24 લોકો નજર રાખી રહ્યા છે. તમારો મોબાઈલ નંબર અને PAN કાર્ડ મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલો છે. ત્યારબાદ સતત 72 કલાક સુધી વીડિયો કોલ પર રાખીને ‘ડિજિટલ એરેસ્ટ’ કરવામાં આવ્યા. આ ભયના માહોલમાં રાખીને સિનિયર સિટિઝન પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવાયા.

 

ફરિયાદ મુજબ 14 ઓક્ટોબર 2025ના રોજ યુકો બેંકના ખાતામાં RTGS દ્વારા 9,70,000, 15 ઓક્ટોબર 2025ના રોજ SBI બેંકના ખાતામાં 2,01,000 મળી કુલ 11,71,000 જેટલી રકમ બળજબરીપૂર્વક ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદ 9 નવેમ્બર 2025 ના રોજ હિંમતનગર સાયબર ક્રાઇમ સ્ટેશનમાં નોંધાઇ હતી.

 

(9:32 PM IST)