તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
મહેસાણાના વડનગરમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ: સુંઢીયા ગામેથી ચાઇનીઝ દોરીના 720 રીલ જપ્ત કરાયા
ખેતર માલિક બાબુજી ચતુરજી રાજપૂત નામના શખ્સની ધરપકડ: દોરી સપ્લાય કરનાર હરેશ ઉર્ફે ભીખા પટેલને વોન્ટેડ જાહેર કરાયો

મહેસાણાના વડનગરમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે, સુંઢીયા ગામેથી 1.44 લાખની ચાઇનીઝ દોરી ઝડપાઇ છે અને ખેતર માલિક બાબુજી રાજપૂતની પોલીસે કરી ધરપકડ. મહેસાણાના વડનગર તાલુકાના સુંઢીયા ગામે પોલીસે રેડ કરીને ખેતરમાં આવેલી ઓરડીમાંથી ૧.૪૪ લાખની ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે. પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની કુલ ૭૨૦ રીલનો જથ્થો જપ્ત કર્યો અને ખેતર માલિક બાબુજી ચતુરજી રાજપૂત નામના શખ્સની ધરપકડ કરી છે, દોરી સપ્લાય કરનાર હરેશ ઉર્ફે ભીખા પટેલને વોન્ટેડ જાહેર કરાયો છે, વડનગર પોલીસે કલેક્ટરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
