<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

મોરબીના લોકોને સુરક્ષાનો અહેસાસ, અસામાજિક તત્‍વોને કાબૂમાં રાખવા ડ્રોન સર્વેલેન્‍સ શરૂ કરાવતા અશોકકુમાર યાદવ

હાઈકોર્ટ સ્‍ટે હટયો અને રાજકોટ રેન્‍જ ig દ્વારા જામનગર બેઠા બેઠા વિવિધ જિલ્લાનો પોલીસ કાફલો ખડકી, લોકોને સલામતિનો અહેસાસ કરાવ્‍યો : રાષ્‍ટ્રીય સુરક્ષા માટે ખૂબ જોખમરૂપ હોવાના સેન્‍ટ્રલ ib રિપોર્ટ પછી દ્વારકા ઓખાના મેગા ડિમોલેશનની જવાબદારી ગાંધીનગર દ્વારા રાજકોટ રેન્‍જ ig ને સુપ્રત કરવાની નોંધ ખુદ વડાપ્રધાને લીધેલ, તે બાબત કેન્‍દ્રમાં રાખી, ગાંધીનગર સ્‍ટે ફુટ થાય ત્‍યારે શાંતિ, સલામતીપૂર્વક કામગીરી થાય અને જન જીવન ધબકતું રહે તે માટે આ સમયે પણ આ સિનિયર ips ને જવાબદારી આપેલ જેમાં ફુલ્લી પાસ થયા છે : ખાસ રણનીતિ અંતર્ગત ધાર્મિક સ્‍થળ નજીકની જવાબદારી મોરબી એસપી મુકેશ પટેલના માર્ગદર્શનમાં dysp પ્રતિપાલસિંહ ઝાલાને સુપરવિઝન આપ્‍યું, આસપાસની અન્‍ય મહત્‍વની જવાબદારી સંભાળવા વાંકાનેર dysp સમીર સારડા જેવા અનુભવી ઉપર પસંદગી ઉતર સૌરાષ્‍ટ્રના વડા દ્વારા ઉતારવામા આવી

રાજકોટ તા.૩: ઓખા દ્વારકામાં મોટા ડિમોલેશન પછી મોરબીમાં ધાર્મિક દબાણો હટાવ્‍યા પછી તમામ પરિસ્‍થિતિ પર ચાંપતી નજર રાખવા માટે રાજકોટ રેન્‍જ વડા દ્વારા ડ્રોન સર્વેલેન્‍સ શરૂ કરાવ્‍યું હોવાનું સૂત્રો જણાવે છે.

કાયદો વ્‍યવસ્‍થા ભંગ કરનાર ગમે ત્‍યાં છુપાયા હશે તો પોલીસના ડ્રોન કેમેરા કેદ કરી લેશે, મોરબીમાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે, પોલીસનો જબરજસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.   

રેન્‍જ વડા અશોકકુમાર યાદવના આદેશ અનુસાર ડાભૂરિયા તત્‍વો પર બાજ નજર રાખવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે, તમામ બજારોમાં તમામ ધંધા લોકો શાંતિથી કરી શકે તેવી વ્‍યવસ્‍થા સાવચેતી ખાતર કરવામાં આવી છે.

અત્રે એ યાદ રહે કે આ વિવાદાસ્‍પદ ધાર્મિક દબાણ ખૂબ વિરોધ વંટોળ ઉઠ્‍યો હતો, માલિકી પુરાવા અભાવે લેન્‍ડ ગ્રેબિંગ ફરિયાદ થયેલ. મામલો હાઈકોર્ટ સુધી ગયેલ, સ્‍ટે હટતા ગણતરીના સમયમાં વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર દ્વારા સાથે મળી દબાણ દૂર કરવામાં આવેલ.

રાજકોટ રેન્‍જ વડા અશોકકુમાર યાદવ જામનગર ઇન્‍સ્‍પેક્‍શનમાં હતા ત્‍યા ઉપરથી સ્‍ટે હટવાની જાણ થતા મોરબી પોલીસની મદદમાં જામનગર જિલ્લા, રાજકોટ જિલ્લા પોલીસ સહિત રાજકોટ રેન્‍જ હેઠળના જીલ્લામાંથી પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્‍યો હતો, તેઓએ ખાસ રણનીતિ અંતર્ગત ધાર્મિક સ્‍થળ પાસે dysp પ્રતિપાલસિંહ ઝાલાને સુપરવિઝન સોંપવા સાથે આસપાસના વિસ્‍તારોમાં કાયદો વ્‍યવસ્‍થા જાળવવાની જવાબદારી વાંકાનેર dysp સમીર સારડાને આપી હતી. 

કાયદો વ્‍યવસ્‍થા જડબેસલાખ રહે તે માટે ib સાથે એક ટીમ સંકલનમાં રહેવા સાથે, કેટલાક લોકોની પ્રવળતિઓ પર ખાનગી વોચ રાખવા પણ ટીમો બનાવી હતી. રાષ્‍ટ્રીય સુરક્ષા માટે સેન્‍ટ્રલ ib ના રિપોર્ટ આધારે દ્વારકા ઓખાનું મેગા ડિમોલેશનનું સુપરવિઝન સાંભળનાર રાજકોટ રેન્‍જ ig પાસે વિશાળ અનુભવ આધારે ગાંધીનગર દ્વારા તેમને સુપ્રત કરેલ જવાબદારીમાં ફરી એક વખત તેવો લોકોને સુરક્ષાનો અહેસાસ કરવામાં સફળ પુરવાર  થતા ગાંધીનગર દ્વારા વિશેષ નોંધ લેવામાં આવી છે.

(12:12 PM IST)