તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
સાવધાન...ડ્રગ્સ અને ગાંજો એરપોર્ટના સ્કેનરમાં પણ ન ઝડપાય તેવી અદભુત ટેકનીક વિશે ધડાકો
૧ કરોડ ૪૧ લાખથી વધુના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયેલ ઇન્ટરનેશનલ ડ્રગ્સ પેડલરની જાદુઈ બેગ, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાની તર્કશક્તિ અને શંકા આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉતર્યા અને ફરી બેગ ખુલતા સહુની આંખો આશ્ચર્યથી પહોળી બની... : સુરતના જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી ટીમના પીઆઇ એસ એન. પરમારે અને જે.જી.પટેલે ખાસ કારીગર બોલાવી બેગ ખોલાવી.. અને...? અને એ બેગમાંથી કાર્બનની મદદથી સ્કેનર ન સ્કેન કરી શકે તેવો ઇન્ટરનેશનલ લેવલે જેની અધ ધ ધ રકમ છે, તેવો પ્રતિબંધિત ગાંજો નીકળી પડ્યો...

રાજકોટ, તા.૨: ઈતિહાસમાં સહુ પ્રથમ વખત સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમ એરપોર્ટમાં પ્રવેશી એર ઇન્ટેલિજન્સ અને CISF સાથે રાખી ૧કરોડ ૪૧ લાખથી વધુની કિંમતનો હાઈ બ્રીડ ગાંજો ઝડપાયાની કહાનીમાં નવો અને અદભૂત ટ્વીસ્ટ આવ્યો છે, ડ્રગ્સ સ્મગ્લરની ચાલાકી સામે ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાની અદભુત તર્ક શક્તિનો વિજય થયો છે.
અત્રે એ યાદ રહે કે ઇન્ટરનેશનલ લેવલે ડ્રગ્સ પેડલરોની દુનિયામાં જેનું મોટું નામ અને નેટવર્ક ધરાવતા જાફરખાનને બેંગકોકથી ઈન્ટરનેશનલ ફલાઇટમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી તેની પાસે રહેલ બેગમાંથી ૧કરોડ ૪૧ લાખથી વધુનો હાઈ બ્રીડ ગાંજો કબ્જે કરેલ ડીસીપી ભાવેશ રોજીયાને જફરખાનના નેટવર્ક, ચાલાકી અંગે પૂરતી માહિતી અભ્યાસ હોવાથી તેમને હજુ વિશેષ મુદામાલ હોવાની શંકા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સમક્ષ વ્યક્ત કરી, અનુપમસિંહ ગેહલોતને પણ આ પ્રકારનો mo અંગે રિપોર્ટ મળેલ, જોઇન્ટ સીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત વિગેરે સાથે બેઠક યોજી વિશેષ રિમાન્ડ મેળવેલ, અને પોલીસ સમક્ષ જે ખુલાસો આરોપી દ્વારા થયો તેનાથી જેમની ટીમે માલ પકડી તપાસ આરંભી હતી તેવા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન.પરમાર અને પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી.પટેલ સ્તબ્ધ બની ફરી જાદુઈ બેગની ખાસ કારીગર બોલાવી તપાસ કરતા સહુની આંખો આશ્ચર્યથી પહોળી બની.
આરોપીએ કબૂલાત કરી કે, એ જ બેગમાં નીચે ગુપ્ત ખાનામાં હજી એટલો જ ગાંજો છુપાવેલો છે. પોલીસે ફરી બેગની તપાસ શરૂ કરી તો ખબર પડી કે બેગની ખાસ ડિઝાઈન કરવામાં આવી હતી. બેગના તળિયે ફોલ્સ બોટમ (બનાવટી તળું) બનાવવામાં આવ્યું હતું. ટ્રોલીના ટાયર વચ્ચે ખાસ પોલાણ બનાવીને ગાંજાના પેકેટ છુપાવાયા હતા. એરપોર્ટના X-ray સ્કેનરમાં ન દેખાય એ માટે દરેક પેકેટની આસપાસ કાર્બન પેપર વીંટાળેલું હતું.
ગુપ્ત ખાનું ખોલવા કારીગરને બોલાવવો પડ્યો
આ ગુપ્ત ખાનું ખોલવા માટે પોલીસને ખાસ કારીગરને બોલાવવો પડ્યો. કટર, પેચકસ અને પાનાની મદદથી બેગના પ્લાસ્ટિક-ફાઈબરના લેયર ખોલતાં અંદરથી કાળા કાર્બન પેપરમાં વીંટાળેલા પેકેટ બહાર નીકળ્યા. બીજા તબક્કામાં ૪ કિલો ૮૫૨ ગ્રામ વધુ ગાંજો મળ્યો, જેની કિંમત ૧.૭૦ કરોડ રૂપિયા.
આ કેસના તાર ચેન્નઈ અને મહારાષ્ટ્ર સુધી જોડાયેલા.
આમ એક જ બેગમાંથી બે વાર ગાંજો ઝડપાયો અને કુલ મુદ્દામાલ ૩.૧૧ કરોડથી વધુનો થયો. ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, આરોપીએ ખૂબ જ શાતિર રીતે ગાંજો છુપાવ્યો હતો. કાર્બન પેપરનો ઉપયોગ કરીનેસ્કેનરને પણ છેતરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસના તાર ચેન્નઈ અને મહારાષ્ટ્ર સુધી જોડાયેલા છે. તપાસ ચાલુ છે.
આરોપી જાફરખાન રીઢો ગુનેગાર છે. તેની સામે મુંબઈમાં મારામારી, રાયોટિંગ અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. હવે તેની સાથે તેનો પરિવાર પણ ડ્રગ્સના ગોરખધંધામાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ કિસ્સો એરપોર્ટ સિકયોરિટી અને સ્કેનિંગ સિસ્ટમ માટે પણ એક ચેતવણી સમાન છે કે સ્મગલરો હવે ‘કાર્બન પેપર' જેવી ટેકનિકલ વાપરીને મશીનોને પણ છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
