તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
બઢતી માટે હકદાર રાજુ ભાર્ગવના ઓર્ડર સિવાય અગાઉ થયેલ ઓર્ડરની બહાલી સિવાય , આ ઓર્ડરમાં બીજું કશું નવીન નથી
ચર્ચા હતી મહિનાઓ થયા પોસ્ટિંગ વગર ઘર બેસેલા સિનિયર IPS ના પોસ્ટિંગની , કોથળામાંથી બિલાડું નિકળ્યું : ડ્રગ્સ, દારૂ અને કાયદો વ્યવસ્થા મુદ્દે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એક થયા, સમર્થન વધતા હવે નવા પોસ્ટિંગની રણનીતિ માટે વિશ્વાસુ સિનિયર IPS કોર ગ્રુપ ફરી એક્ટિવ કરવાની ચર્ચાઓ : જુનિયર ips નું ભણતર પૂરું થતા (ASP) ને ખાલી જગ્યાએ પોસ્ટિંગ આપ્યું, સમય પાકી ગયો છે તેવા સિનિયર IPS માટે અનિર્ણિત, હવે માસંતે નિવળત થતા મુખ્ય પોલીસ વડાના સ્થાને મૂકવાનો નવા પોલીસ વડા સાથે નિર્ણય..?

રાજકોટ તા.રઃ સિનિયર ips લેવલના એક ડઝન જેટલા અધિકારીઓ રાજ્ય પોલીસ તંત્રમાં વિવિધ જગ્યાઓ ખાલી હોવા છતાં કોઈ જાતના પોસ્ટિંગ વગર ઘેર બેઠા છે, તેમના ઓર્ડર નિકળી રહ્યાની ચર્ચા વચ્ચે લાંબા સમયથી બઢતી માટે હકદાર બનેલ રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર અને આર્મ્સ યુનિટના વડા રાજુ ભાર્ગવને બઢતી આપી તેમને ન્યાય અપાયો, જોકે બાકીના સેન્ટ્રલ ડિપ્યુટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓને અગાઉ કેન્દ્ર દ્વારા બઢતી અપાયેલ તેમને બહાલી રાજ્ય સરકારે આપી, ટેકનિકલ ફોર્માલિટી પૂર્ણ કરી છે, બાકીના જે જુનિયર ips ની તાલીમ પૂર્ણ થતા તેમને નિમણૂક આપવામાં આવી , મતલબ કે પોસ્ટિંગ વગરના સિનિયર ips અધિકારીઓના પોસ્ટીંગ તેમના નશીબ સારા હશે તો આવતા માસે થશે.
ચાલુ માસના અંતે નિવળતિ બાદ જેમને એક્સ્ટેન્શન્સ ૬ માસનું અપાયેલ તે મુદ્ત પૂર્ણ થાય છે. નવા મુખ્ય પોલીસ વડાની નિમણૂક વખતે પણ પોસ્ટિંગ વગરના અધિકારીઓનો ઉદ્ધાર સાથે જેવો લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવે છે તેમની બદલીઓ આવશે તેવી ધારણા છે, પોલીસ તંત્રમાં એક એવી ચર્ચા ચાલે છે કે, દારૂ અને ડ્રગ્સ સાથે કાયદો વ્યવસ્થાનો મુદ્દે જે રીતે વિપક્ષોને સંસર્થન મળે છે, અને આ મુદે કોંગ્રેસના મુદ્દાને આમ આદમી પાર્ટીએ પણ લોકોનો મુદ્દો ગણી એક બન્યા છે, તેથી પોસ્ટિંગ મુદે ૨૦૨૭ ની ચૂંટણી ધ્યાને રાખી કાયદો વ્યવસ્થા મુદ્દે મજબૂત પક્કડ રાખી શકે તેવી રણનીતિ બનશે તેમ ટોચના સૂત્રો જણાવી રહ્યા છે, સરકારનું કોર ગ્રુપ ફરી એક્ટિવ રોલમાં અલગ રીતે આવે અને ચોક્કસ વિશ્વાસુ સિનિયર ips સાથે IAS પણ કોર ગ્રુપમાં અન ઓફિશીયલ સક્રિય બનાવવા ચક્રો ગતિમાન બન્યા હોવાનું ટોચના સૂત્રો માની રહ્યાં છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
