<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

૧૧૨ ડાયલ કરતા જ પબ્‍લિક ગોથે,પોલીસ મૂંઝવણમાં મૂકાય છે

સિસ્‍ટમને વળગી રહેવાના વલણના લીધે પોલીસ અને પ્રજાને હેરાનગતિ : રાહત અને બચાવ કામગીરીનું સંચાલન અને કાયદો-વ્‍યવસ્‍થાની જાળવણી બંને જુદી બાબતો

અમદાવાદ,તા.૦૨: પોલીસ કંટ્રોલ રૂમના ડાયલ નંબર ૧૦૦ને બદલે હવે ૧૧૨ નંબર ડાયલ કરતાં પોલીસ, ફાયર બ્રિગેડ તથા અન્‍ય તમામ ઈમરજન્‍સી સેવાઓ નાગરિકોને તરત જ ઉપલબ્‍ધ થાય તેવી વ્‍યવસ્‍થા સરકારે અમલમાં મૂકી છે. જોકે, આ નવી વ્‍યવસ્‍થા હેઠળ કેટલીક ત્રુટીઓ પ્રકાશમાં આવી રહી છે. જેના પરિણામે ૧૧૨ PCR વાનના પોલીસ કર્મચારીઓને શહેર, જિલ્‍લો કે તાલુકો-ક્‍યાંય પણ કંટ્રોલ રૂમમાંથી મળતા મેસેજના આધારે મોકલી દેવામાં આવે છે, તેવી અનેક રજૂઆતો ગાંધીનગર પોલીસ ભવન સુધી પહોંચવા લાગી હોવાની ચર્ચા પોલીસ તંત્રમાં ચાલી રહી છે.

પહેલાની ૧૦૦ નંબરની વ્‍યવસ્‍થામાં, કોલ કરનારની લોકેશનના આધારે સંબંધિત પોલીસ સ્‍ટેશનને જાણ કરી PCR વાન મોકલવાની સરળ પ્રણાલી હતી. હાલમાં ૧૦૦ નંબરની તમામ સેવા ૧૧૨માં ટ્રાન્‍સફર કરી દેવામાં આવી છે, જેમાં સમગ્ર વ્‍યવસ્‍થાનું સંચાલન એમ્‍બ્‍યુલન્‍સ ૧૦૮ની ટીમને સોંપાયું છે, જે ખાનગી કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આના કારણે, રાહત અને બચાવ કાર્યમાં ટેવાયેલા કર્મચારીઓને કાયદો-વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સંભાળવામાં મુશ્‍કેલી અને ગૂંચવણનો સામનો કરવો પડે છે, જેનો ખામીઓ સામાન્‍ય નાગરિકોને ભોગવવી પડે છે. - વધુમાં, જ્‍યારે કોઈ નાગરિક ૧૧૨માં કોલ કરે છે, ત્‍યારે રીસીવર દ્વારા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ સિસ્‍ટમની જેમ લોકેશનના આધારે જપોલીસ મોકલવાની પ્રક્રિયા અનુસરવામાં આવી રહી છે, તેવી ચર્ચા પોલીસ વિભાગમાં ચાલી રહી છે.(૪૦.૧૬)

 

૧૨ દ્વારા મળતા મેસેજને કારણે પોલીસને નડતી સમસ્‍યાઓ

જ્જ૧૧૨નો મેસેજ મળ્‍યા પછી પોલીસને ઘટના કેટલી ગંભીર છે તેની પૂર્વ જાણકારી રહેતી નથી.

જ્જ મળેલું લોકેશન તેમની હદમાં ન હોવાને કારણે, ત્‍યાં કેટલી ફોર્સ જરૂરી હશે તે જાણવાનું મુશ્‍કેલ બની જાય છે.

જ્જ મેસેજને વળગીને ચાલવાની' નીતિના કારણે પોલીસને અનાવશ્‍યક ભાગદોડ કરવી પડે છે.

લ્લષ્ટાંતઃ ૧

રાણીપ વિસ્‍તારમાં કોઈ ઘટનાની જાણકારી ૧૧૨ને મળે તો રાણીપની પોલીસને મોકલવાને બદલે દાણીલીમડાની પોલીસને મેસેજ પાઠવવામાં આવે છે. રાણીપથી દાણીલીમડા લગભગ ૨૦ કિલોમીટર દૂર છે. સ્‍વાભાવિક રીતે ઘટનાસ્‍થળેથી નજીક હોવાના કારણે રાણીપ કે આસપાસના પોલીસ સ્‍ટેશનની PCR વાન ઝડપથી પહોંચી શકતી હોય છે, પરંતુ નવી સિસ્‍ટમના કારણે વિલંબ સર્જાય છે.

લ્લષ્ટાંત : ૨

તાજેતરમાં સૌરાષ્ટ્રના એક જિલ્‍લામાં, કોર્ટમાંથી ફરજ બજાવી પરત કરી રહેલી પોલીસને રસ્‍તામાં ૧૧૨ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્‍યો. જ્‍યારે તેઓ મળેલ લોકેશન પર પહોંચ્‍યા, ત્‍યારે જાણવા મળ્‍યું કે તે સ્‍થળ તેમની હદમાં આવતું નથી.

સદનસીબે, તે મેસેજ ફક્‍ત લાઉડસ્‍પીકર બંધ કરાવવા સંબંધિત હતો, નહીંતર સમય અને સંસાધનોનો વ્‍યર્થ વપરાશ વધે તેવી શક્‍યતા હતી.

(1:29 PM IST)