તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
વડોદરા-રાજકોટમાં મેટ્રો રેલનો નિર્ણય માસાંતે લેવાશે
ગુજરાત સરકારે મેટ્રો માટે DPR સાથેની દરખાસ્ત કેન્દ્રને મોકલી

અમદાવાદ તા.૨: ગુજરાત સરકારે મેટ્રો રેલ સુવિધા હવે રૂ. ૨૨,૦૦૦ કરોડના ખર્ચે વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં પણ ઉપલબ્ધ થાય તે માટે ગુજરાત સરકારે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPR) સાથેની એક દરખાસ્ત ભારત સરકારને મોકલી આપી છે. આ દરખાસ્ત પર ચાલુ મહિનાના અંતમાં નિર્ણય લેવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે.
ગુજરાત સરકારે તો વડોદરા અને રાજકોટમાં પણ મેટ્રો રેલ શરૂ કરવા માટેના ડિટેઇલ પ્રોજેક્ટરિપોર્ટ (DPR) તૈયાર કરીને તેની દરખાસ્ત કેન્દ્રને મોકલી આપી છે અને તેના રિપોર્ટના આધારે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક ટીમ ગુજરાત મોકલવાની કાર્યવાહી કરી રહી છે. આ ઉપરાંત બે દાયકા પહેલાં અમદાવાદમાં પીલર ઉપર (એલિવેટેડ) અને જમીનની નીચેથી (અંડર ગ્રાઉન્ડ) મેટ્રો રેલ પસાર થશે એવો વિચાર માત્ર લોકોને રોમાંચિત કરતો હતો પરંતુ હવે અમદાવાદ તો ઠીક સુરતમાં પણ ટૂંકમાં જ મેટ્રો રેલ દોડતી થઈ જશે. જેનાથી આગામી ૨ વર્ષમાં જગુજરાતના શહેરી વિસ્તારોના પરિવહનનો ચહેરો બદલાઈ જશે
એમ મનાય છે કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં મેટ્રો રેલ સેવા સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ આ શહેરોમાં ટ્રાફિક જામની સમસ્યામાં અંદાજે ૩૦ ટકાનો ઘટાડો થશે. સાથોસાથ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે, લોકોની અવરજવરની ઝડપ પણ વધશે. ગુજરાત સરકારે વડોદરામાં રૂ. ૧૦,૦૦૦ કરોડના ખર્ચે ૬૦ કિમીની અને રૂ. ૭૦૦૦ કરોડના ખર્ચે રાજકોટમાં ૪૦ કિમીની મેટ્રો રેલ માટે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ્સ (ઝભ્ય્) સાથેની દરખાસ્ત તૈયાર કરીને ભારત સરકારને મોકલી આપી છે. જેને ડિસેમ્બર-૨૦૨૫ના સુધીમાં મંજૂરી મળે તેવી અપેક્ષા છે. અંત આ પ્રોજેક્ટને ઝડપભેર હાથ પર લેવાશે તો વર્ષ ૨૦૨૭માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તે અગાઉ પૂર્ણ કરવાની ગણતરી રખાય છે. અમદાવાદ મેટ્રો ભારતના સૌથી ઝડપી વિસ્તરતા મેટ્રો સિસ્ટમ્સમાંથી એક મનાય છે. હાલમાં ૬૦.૦૬ કિલોમીટરનું નેટવર્ક ૪૭ સ્ટેશનો સાથે કાર્યરત છે. જેમાં દરરોજ ૧.૫ લાખ મુસાફરો સફર કરે છે. અત્યારે અમદાવાદ મેટ્રો રેલનો બીજો ફેઝ આરંભાયો છે. તેનું પણ ૭૮ ટકા જેટલું કામ પૂર્ણ થયું છે.
ગુજરાતના સૌથી ઝડપી વિકસી રહેલા સુરત શહેરમાં પણ મેટ્રો રેલ માટેના ૪૧.૯૩ કિ.મી.નું નેટવર્ક બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ૩૩ કિ.મી. એલિવેટેડ અને ૭ કિ.મી. અંડરગ્રાઉન્ડ છે. વર્ષ ૨૦૨૧માં વડાપ્રધાન નરેન્દ્રો મોદીએ તેની પહેલી ઈંટ મૂકી હતી. સુરતમાં ફેઝ-૧માં ૩૮ સ્ટેશનો સાથે ૪૦.૨૫ કિ.મી. જેટલી મેટ્રો રેલ શરૂ કરવા માટે માર્ચ-૨૦૨૫માં કામ શરૂ કરાયું હતું. જેમાં ૨૦ સ્ટેશનો સાથે ૨૧.૬૧ કિ.મી.ની રેલ સરથાણાથી ડ્રીમ સિટી સુધી, ૧૮ સ્ટેશનો સાથે ૧૮.૭૪ કિ.મી.ની રેલ ભેસાણથી સારોળી સુધી તૈયાર કરાશે. અંદાજે રૂ. ૧૨,૦૨૦ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ ડિસેમ્બર-૨૦૨૭ સુધીમાં પૂર્ણ થશે, એવો અંદાજ મૂકાયો છે. લક્ષ્ય સિદ્ધ કરવા તંત્ર તેજ ગતિમાં જોતરાયું છે.(૩૮.૭)
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
