તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
પાટણમાં વર્કશોપમાં લિફ્ટ પર ચડાવેલી ગાડી સરકતાં એક યુવકનું કરૂણમોત
અકસ્માતમાં યુવકના માથાના ભાગે ભારે ઇજા થવાથી કાનમાંથી લોહી વહેવા લાગ્યું: ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ સારવાર પહેલાં જ તેનું દુર્ભાગ્યે મોત થયું

પાટણના હાંસાપુર રોડ પર આવેલા મારુતિ વર્કશોપમાં રવિવારે દુખદ ઘટના બની હતી. નોરતા ગામનો 22 વર્ષીય ચંપુજી તેજાજી ઠાકોર વર્કશોપમાં ગાડીઓનું રિપેરિંગ કામ કરતો હતો. રિપેરિંગ દરમ્યાન ગાડીને લગભગ સાડા પાંચ ફૂટ ઉંચે લિફ્ટ પર ચડાવવામાં આવી હતી. આ દરમિયાન અચાનક ગાડી લિફ્ટ પરથી સરકી જતા તેનો આગળનો ભાગ ચંપુજી પર ઘસી આવ્યો હતો. પાછળનો ભાગ હુકમાં ફસાઇ જવાથી ગાડી સંપૂર્ણ નીચે ન પડી હોય છતાં કારીગરને ગંભીર ઈજા પહોંચી હતી.
આ અકસ્માતમાં યુવકના માથાના ભાગે ભારે ઇજા થવાથી કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર પહેલાં જ તેનું દુર્ભાગ્યે મોત થયું હતું. ઘટના અંગે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતનો કેસ નોંધ્યો છે.ચંપુજી ખેડૂત પરિવારનો નાનો દીકરો હતો. તેને એક બહેન અને બે ભાઈ હતાં. દોઢ વર્ષ પહેલાં જ ભલગામ ખાતે તેના લગ્ન થયા હતા. લગભગ છ મહિનાથી તે આ વર્કશોપમાં નોકરી કરતો હતો.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
