<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

સુરત આરીટીઓ વિભાગની કડક કાર્યવાહી; છેલ્લા બે વર્ષમાં 1465 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા

માત્ર 2025ના વર્ષમાં જ 235 લાયસન્સ સસ્પેન્ડ થયા જેમાંથી 175 લાયસન્સ 3 મહિના માટે તથા 60 લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ

સુરતમાં સતત વધી રહેલા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને રોકવા માટે આરટીઓ વિભાગ હવે વધુ કડક બની ગયું છે. છેલ્લા બે વર્ષમાં કુલ 1465 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માત્ર 2025ના વર્ષમાં જ 235 લાયસન્સ સસ્પેન્ડ થયા છે, જેમાંથી 175 લાયસન્સ 3 મહિના માટે તથા 60 લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

2024માં આરટીઓએ કુલ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા. તેમાં 6 મહિના માટે 92 લાયસન્સ તથા 3 મહિના માટે 1138 લાઇસન્સનો સમાવેશ થાય છે. સુરત આરટીઓનું કહેવું છે કે રોંગ સાઇડ ડ્રાઇવિંગ, વિના હેલ્મેટ વાહન હંકારવું, ઓવરસ્પીડિંગ તથા ચલતાં વાહનમાં મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે તો 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. તે જ રીતે ફેટલ અકસ્માત અથવા ડ્રંક એન્ડ ડ્રાઈવના ગંભીર કેસોમાં સીધું 6 મહિનાનું સસ્પેન્શન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. શહેરમાં રોડ સેફ્ટી વધે અને અવ્યવસ્થિત ડ્રાઇવિંગ પર નિયંત્રણ આવે એ માટે આરટીઓની આ કાર્યવાહી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.

 


 

(11:39 PM IST)