<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

સુરતની SVNIT કોલેજમાં હોસ્ટેલના બીજા માળેથી પડતું મૂકી વિદ્યાર્થીએ આપઘાત કર્યો

ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી: હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો

સુરતઃ શહેરની SVNIT કોલેજમાં હોસ્ટેલના બીજા માળેથી પડતું મૂકી વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. બિલ્ડિંગ પરથી પટકાવવાનો અવાજ સાંભળી વોચમેન તથા અન્ય વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા.

શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી SVNIT કોલેજના કેમ્પસમાં આ ઘટના બની હતી. મોડી રાત્રે એક વિદ્યાર્થીએ હોસ્ટેલના બીજા માળેથી કૂદી ગયો હતો અને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે આ ઘટના બાદ વિદ્યાર્થીઓ સહિત સ્ટાફ ભેગો થઈ ગયો હતો અને લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

 

(11:33 PM IST)