<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

આસારામબાપુના જામીન અંગેની શરતોમાં હાઈકોર્ટે આપી રાહત: સાથે સતત 3 પોલીસ કર્મી રાખવાની શરતમાંથી મુક્તિ

આસારામબાપુની આસપાસ 3 પોલીસકર્મી રાખવાની શરત હટાવવાવાળી અરજી હાઈકોર્ટે મંજૂર કરી

અમદાવાદ :  આસારામબાપુને હાઈકોર્ટથી જામીન અંગેની શરતોમાં આંશિક રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે આસારામબાપુને આપેલા જામીનની શરતોમાં છૂટછાટ આપી છે . આસારામબાપુની આસપાસ 3 પોલીસકર્મી રાખવાની શરત હટાવવાવાળી અરજી હાઈકોર્ટે મંજૂર કરી છે. જો કે, જામીન દરમિયાન આસારામ તેના સાધકોને નહીં મળી શકે તેવી શરત યથાવત રાખી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે 3 પોલીસકર્મી સાથે રાખવા, સાધકોને નહીં મળવાની શરત સાથે છ મહિના જમીન આપ્યા છે 

(11:12 PM IST)