તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાશે
બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેન ગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના વરિષ્ઠ મેનેજર, અધિકારીઓ સહભાગી થશે

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક કાલે સવારે 10:15 કલાકે સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં ગાંધીનગર ખાતે યોજાશે. આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા અપાતા ધિરાણ સહાય તથા ફ્લેગશીપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન્સની સમીક્ષા તથા સુઝાવો માટે સમયાંતરે યોજવામાં આવતી હોય છે.
2025ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન કરાશે. આ ઉપરાંત સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી દ્વારા સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં વિવિધ યોજનાકીય ક્ષેત્રોમાં બેંકોની થયેલી કામગીરીની ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ અને સર્વગ્રાહી સમીક્ષા પણ હાથ ધરવામાં આવશે.
મંગળવારે યોજાનારી એસ.એલ.બી.સી.ની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેન ગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના વરિષ્ઠ મેનેજર, અધિકારીઓ સહભાગી થશે
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
