News of Monday, 1st December 2025
ગુજરાતમાં યુસીસી કમિટીને હાઈકોર્ટની લીલીઝંડી મળી
રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલ UCC કમિટીને પડકારતી અરજી હાઈકોર્ટની ડિવિઝન ખંડપીઠે ફગાવી દીધી

UCC કમિટીને પડકારતી અરજીને હાઈકોર્ટે ફગાવી દઈને ગુજરાતમાં યુસીસી કમિટીને હાઈકોર્ટની લીલીઝંડી મળી છે. રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલ UCC કમિટીને પડકારતી અરજી હાઈકોર્ટની ડિવિઝન ખંડપીઠે ફગાવી દીધી છે. અગાઉ આ જ અરજીને લઈને સિંગલ જજે આપેલા ચુકાદા, અરજદારે ડિવિઝન બેન્ચમા પડકાર આપ્યો હતો, કમિટીની રચના કરવી એ સંપૂર્ણપણે રાજ્યનું એક્ઝિટ કાર્ય છે તેમ હાઈકોર્ટે અવલોકન કર્યું છે. બંધારણ દ્વારા રાજ્યને અપાયેલા પાવર મુજબ કમિટીની રચના થઈ છે. કમિટીની રચના મામલે જ્યુડિશિયલ રિવ્યૂની જરૂરિયાત નથી તેમ કહીને હાઈકોર્ટની ડિવિઝન બેંચે અરજીને ફગાવી દીધી હતી. અગાઉ હાઇકોર્ટના સિંગલ જજે પણ અરજીને નકારી કાઢી હતી.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
