<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

સુરતમાં સગીરાને દીકરી બનાવવાનું નાટક કરી દંપતીએ દેહવ્યાપારમાં ધકેલી: દંપતી સહીત ચારને ઝડપી લેવાયા

નશાકારક પદાર્થ પીવડાવી સગીરાને શારીરિક સબંધ બાંધવા મજબુર કરતા:સગીરાએ એક એનજીઓ મારફતે પોલીસનો સંપર્ક કર્યો

સુરતમાં સગીરાને દીકરી બનાવવાનું નાટક કરી દંપતીએ દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નશાકારક પદાર્થ પીવડાવી સગીરાને શારીરિક સબંધ બાંધવા મજબુર કરતા હતા. દીકરી દ્વારા આ ઘટનાને લઈ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી લાલગેટ પોલીસે સગીરાની ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં દંપતી સહીત ચારને ઝડપી પાડ્યા છે 

   સગીરા લીંબાયતમાં એનજીઓ ચલાવતી મહિલા પાસે પહોંચતા મદદ મળી હતી. .છેલ્લા 12 થી 15 દિવસના સમયગાળામાં અવારનવાર મોહમ્મદ સાજીદ મિયા અને તેની પત્ની સબીનાએ સગીરાને અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ તેમની સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મોકલી દેહવક્રિયના ધંધામાં ધકેલી દીધી હતી

 . ઘેનમાંથી બહાર આવ્યા બાદ દીકરીને કેટલીક હકીકતો માલુમ પડી હતી. સગીરાએ એક એનજીઓ મારફતે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં આ મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.  

(6:38 PM IST)