<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં લાખોનું ફૂલેકુ ફેરવનારો આરોપીને પોલીસે ઝડપી લીધો

સુશીલે વિવિધ વેપારીઓ પાસેથી માલની ખરીદી કરીને પૈસા ચૂકવ્યા વગર ગાયબ થઈ ગયો : રૂપિયા 2.8 કરોડની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ

સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં લાખોનું ફૂલેકુ ફેરવનારો આરોપી આખરે કાયદાના ગાળે ચડ્યો છે. છેલ્લા નવ વર્ષથી ફરાર રહેલો સુશીલ જોષી ઉધના પોલીસે ઝડપી લીધો છે. તેની સામે રૂપિયા 2.8 કરોડની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ છે.

માહિતી મુજબ સુશીલે વિવિધ વેપારીઓ પાસેથી માલની ખરીદી કરીને પૈસા ચૂકવ્યા વગર ગાયબ થઈ ગયો હતો અને વેપારીઓને ચૂનો ચોપડી દીધો હતો. લાંબા સમયથી ચાલતી તપાસ બાદ પોલીસે તેને પકડી પાડીને વધુ પૂછપરછ શરૂ કરી છે

(11:58 AM IST)