<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ધારાશાસ્‍ત્રીઓના વારસદારોને મૃત્‍યુ સહાયના દોઢ કરોડ ચુકવવાનો નિર્ણય

ગુજરાત બાર કાઉન્‍સીલની બેઠકમાં થયેલ ઠરાવ ૩૧ ડીસે. સુધીમાં વેલ્‍ફેર-ફી ભરી દેવા વકીલોને અનુરોધ

રાજકોટ તા. ૧: બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ. એકઝીકયુટીવ કમિટીના ચેરમેન નલિન ડી. પટેલ તથા કમિટીના સભ્‍યો અનિલ સી.કેલ્લા, રમેશચંદ્ર જી.શાહ.  કિશોરકુમાર આર. વિવેદીનાઓ પૈકી ચેરમેન  જે.જે.પટેલ તથા સભ્‍ય અનિલ સી.કેલ્લાની રૂબરૂ હાજરી તથા બાકીના સભ્‍યોની વીડીયો કોન્‍ફરન્‍સીંગ હાજરીમા તા.૨૬/૧૧/૨૦૨૫ના રોજ એડમીનીસ્‍ટ્રેટીવ કમિટીની મીટીંગમાં ૬૭ જેટલા મળત્‍યુ પામનાર ધારાશાસ્‍ત્રીઓના વારસદાર ધ્‍વારા કરવામાં આવેલ મળત્‍યુસહાયની અરજીઓ વિચારણા માટે લેવામાં આવેલ. જેમાં બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના નિયમ અનુસાર વેલ્‍ફેર ફંડના સભ્‍ય બનનાર તેમજ નિયમિત રીન્‍યુઅલ ફી ભરનાર તેમજ બાર કાઉન્‍સીલનું પ્રેકટીશ ફોર્મ ભરનાર ૫૦ જેટલા ધારાશાષાીઓના વારસદારોની મળત્‍યુસહાયની અરજીઓ મંજુર કરવામાં આવેલું અને ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડ એકટના નિયમ અનુસાર રૂપિયા દોઢ કરોડ જેટલી રકમ તેઓના વારસદારોને ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ હતું.

હાલમાં, બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલાં પ૨,૯૦૭ જેટલા ધારાશાસ્‍ત્રીઓ ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડના સભ્‍યો બનેલ છે. આશરે ૩૧૦૦ ઉપરાંતના ધારાશાષાીઓના વારસદારોને અત્‍યારસુધી રૂપિયા સડસઠ કરોડ જેટલી મળત્‍યુસહાય છેલ્લા વર્ષોમાં ચુકવાયેલ છે. માત્ર વેલ્‍ફેર ફંડના સભ્‍ય બનનાર ધારાશાષાીઓ તેમજ વેલ્‍ફેર ફંડની રીન્‍યુઅલ ફ્રી નિયમિત ભરનાર અને  નિયત કરેલ ફોર્મ ભરનાર ધારાશાસ્‍ત્રીઓના વારસદારો જ મળત્‍યુસહાય મેળવવા હકદાર ગણાય છે. હાલમાં મળત્‍યુ પામનાર ધારાશાસ્‍ત્રીઓના વારસદારોને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત ધ્‍વારા રૂપિયા પાંચ લાખ મળત્‍યુસહાય ચુકવવામાં આવે છે.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત ધ્‍વારા સને ૨૦૨૫-૨૦૨૬ના વર્ષ માટે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત ધ્‍વારા તા.૦૧/૦૯/૨૦૨૫ થી તા.૩૦/૧૧/૨૦૨૫ સુધીનો વાર્ષિક રીન્‍યુઅલ ફી ભરવાનો સમય આપવામા આવેલ. પરંતુ ગુજરાતના તમામ બાર એસોશિએસનોમા ચાલી રહેલ ઇલેકશનની કામગીરીને ધ્‍યાનમા રાખીને તેમજ લગ્નસરાની મોસમ હોવાને કારણે એડમીનીસ્‍ટ્રેટીવ કમિટી ધ્‍વારા ધારાશાષાીઓનેવેલ્‍ફેર ફંડની રીન્‍યુઅલ ફી ભરવાની સમય મર્યાદા તા.૩૦/૧૧/૨૦૨૫થી વધારીને તા. ૩૧/૧૨/૨૦૨૫ સુધી કરવામા આવેલ છે.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત ધ્‍વારા તમામ ધારાશાષાીઓને જણાવવામાં આવે છે કે ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડ હેઠળ કોઈપણ ધારાશાષાીએ રૂપિયા પાંચ લાખ ની મળત્‍યુ સહાયનો લાભ તેમના વારસદારને આપવો હોય તો તે ધારાશાષાીએ વેલ્‍ફેર ફંડના સભ્‍ય બની નિયમિત વાર્ષિક રીન્‍યુઅલ ફ્રી અથવા કાયમી ફી ભરી દેવી તેમજ પ્રેકટીશ વેરીફીકેશન નિયત કરેલ ફોર્મ સમયસર ભરી દેવુ. વેલ્‍ફેર ફંડના નિયમોનું પાલન ન કરનાર ધારાશાસ્‍ત્રીના વારસદારો મળત્‍યુસહાય નો લાભ મેળવવા હંકદાર રહેશે નહિ. 

(11:33 AM IST)