<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

પથ્‍થરની દીવાલ તોડી મુગટ,દાનપેટી ઉપાડનાર રાજસ્‍થાનની કુવિખ્‍યાત ગેંગ છે, એ સમજતા એસપી સાગર બાગમારને વાર ન લાગી

ભચાઉ પંથકના દેરાસરની ચકચારી ચોરીના સ્‍થળની વિઝિટ, ચોરીની પદ્ધતિએ વિવિધ ગેંગોનો અભ્‍યાસ કરવામાં રસ ધરાવતા કચ્‍છ એસપીએ તુરંત દિશા નક્કી કરી, રેન્‍જ વડા ચિરાગ કોરડિયા પણ ચર્ચામાં સહમત અને ટીમો દોડવા લાગી : રાજસ્‍થાનના જંગલોમાં જીવ સ્‍ટોસટનુ પોલીસ મેગા સર્ચ, બે આરોપીઓ DYSP સાગર સાબડા, ક્રાઇમ બ્રાન્‍ચ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એન.એન ચુડાસમા, પીઆઇ એ એ જાડેજાના નેતળત્‍વ હેઠળની ટીમો આ રીતે સફળતાને વરી, અંદરની કહાની

રાજકોટ તા.૧: ગુન્‍હાઓ ઉકેલવામાં જો યુવા IPS પ્રથમથી જ જુના પોલીસ સ્‍ટાફ, જુની પેઢીના જાણકારો અને પત્રકારો પાસેથી વિવિધ જાણકારી મેળવે તો ગુન્‍હાની પદ્ધતિ, મોડેસ ઓપરેન્‍ડી આધારે ઘટના સ્‍થળનું નિરીક્ષણ કરતા ઘણા બધી ક્‍લુ મળે છે, અને આ દિશામાં તપાસ થાય તો ઝડપી અને અદભુત પરિણામ મલે છે તેનું શ્રેષ્‍ઠ ઉદાહરણ ભચાવ પંથકમાં બનેલ નમસ્‍કાર જૈન તીર્થમા થયેલ ચકચારી ચોરી અને તેના ભેદ ઉકેલવામાં મળેલ સફળતા.

ગત માસની ૨૧/૨૨ નવેમ્‍બરે નમસ્‍કાર જૈન તીર્થમાં રાત્રિના સમયે પથ્‍થરની જાળી તોડી મુગટ, કુંડળ, હાર અને દાનપેટીની ચોરી થયેલ. આ ઘટના પછી બોર્ડર રેન્‍જ વડા ચિરાગ કોરડીયા સાથે ચર્ચા કરી અને તેમનું માર્ગદર્શન મેળવી કાર્યદક્ષ કચ્‍છ પુર્વના એસપી સાગર બાગમાર દ્વારા ઘટના સ્‍થળની ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું  પથ્‍થરની દિવાલ તૂટવી,મુગટ, હાર દાનપેટી ગાયબ આ કાર્યમાં નક્કી રાજસ્‍થાનની કૂવિખ્‍યાત ગેંગ છે તે સમજતા વાર ન લાગી.

તુર્ત તેવો દ્વારા અલગ અલગ ટીમો રચવામાં આવી અને ટીમોને દિશા સૂચન આપવા સાથે આ ટીમોની જવાબદારી નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એન.એન ચુડાસમા,પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ એ.જાડેજાને સુપરત કરી

DYSP, પોલીસ ઇન્‍સ્‍પેકટરોના માર્ગદર્શન, ટેક્રિકલ સર્વેલેન્‍સ, બાતમીદાર નેટવર્ક આધારે ટીન દ્વારા આરોપીઓ રાજસ્‍થાન તરફ નાસી છૂટયાની હકીકત મળતા રાજસ્‍થાનની કુ વિખ્‍યાત ગેંગ હોવાનું સમર્થન મળ્‍યું. રાજસ્‍થાનના ગોગદા ઘાટીના જંગલોમાં ઓપરેશન હાથ ધરાયું અને ઓપરેશન સફળ થયેલ, અને ભીમા અને મોહનને પકડી પાડવામાં આવેલ

(11:29 AM IST)