News of Sunday, 30th November 2025
સુરતમાં ફરી એકવાર વૈશ્વિક મંદીની અસર વર્તાઈ :લેબ-ગ્રોન ડાયમંડની વધતી માગને લીધે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો
નાની સાઇઝના અસલી (નેચરલ) રફ ડાયમંડના ભાવમાં સપ્તાહમાં 10 ટકાનો ઘટાડો :લેબ-ગ્રોન ડાયમંડ 70% થી 80% ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય ગ્રાહકો હવે સસ્તા વિકલ્પ તરફ વળ્યાં

સુરત :વિશ્વના ડાયમંડ પોલિશિંગ હબ સુરતમાં ફરી એકવાર વૈશ્વિક મંદીની અસર વર્તાઈ રહી છે. યુદ્ધ, અમેરિકા-યુરોપની મંદી અને લેબ-ગ્રોન ડાયમંડની વધતી માગને કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. નાની સાઇઝના અસલી (નેચરલ) રફ ડાયમંડના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં અચાનક 10 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
લેબ-ગ્રોન ડાયમંડ 70% થી 80% ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય ગ્રાહકો હવે સસ્તા વિકલ્પ તરફ વળી રહ્યા છે. આના કારણે ઊંચા ભાવે રફ હીરા ખરીદનાર વેપારીઓને બજારમાં માલ વેચતી વખતે યોગ્ય ભાવ મળતો નથી, જેથી તેમને બેવડો માર પડી રહ્યો છે.
આ ભાવ ઘટાડાની સીધી અસર નાની સાઇઝના હીરા પર કામ કરતા રત્નકલાકારોની રોજગારી પર પડવાની શક્યતા છે. ઉદ્યોગની ચમક પાછી લાવવા માટે લેબગ્રોન અને નેચરલ હીરા માટે ચોક્કસ નીતિ બનાવવાની માગ ઉઠી છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
