તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
પાટણની ધારપુર મેડિકલ કોલેજ ક્વાર્ટર્સમાં રહેતા ભાઈ-બહેનને 7 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને રૂ. 20.93 લાખ પડાવ્યા
ગઠિયાઓએ મુંબઈ પોલીસ તરીકે ઓળખ આપી સિમ કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ અને દેહ વ્યાપારમાં થયો હોવાનું જણાવી ભાઈ-બહેનને ડરાવીને ડિજિટલ કેદમાં રાખ્યા

પાટણની ધારપુર મેડિકલ કોલેજના ક્વાર્ટર્સમાં રહેતા ભાઈ-બહેનને 7 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર ગઠિયાઓએ રૂ. 20.93 લાખ પડાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગઠિયાઓએ મુંબઈ પોલીસ તરીકે પોતાની ઓળખ આપી સિમ કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ અને દેહ વ્યાપારમાં થયો હોવાનું જણાવી ભાઈ-બહેનને ડરાવીને પોતાની ડિજિટલ કેદમાં રાખ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ધા૨પુર મેડિકલ કોલેજમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવતા અબ્દુલ મુનાફ મન્સૂરીના મોટા બહેન રુબિનાબાનુંના મોબાઈલ પર ગત 31 ઓક્ટોબરના રોજ એક કોલ આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈ બાન્દ્રા પોલીસ સ્ટેશનના અરુણકુમાર તરીકે ઓળખ આપી હતી.
અરુણકુમારે રુબિનાબાનુને જણાવ્યું કે, તમારા નામે રજિસ્ટર થયેલા મોબાઈલ નંબર પરથી દેહ વ્યાપા૨ અને મની લોન્ડરીંગ જેવા ગંભીર ગુનાઓ થઈ રહ્યા છે.જે બાદ ફોન કરનારે રુબિનાબાનું ડરાવીને વોટ્સએપ પર કાલ ચાલુ રાખવાની ફરજ પાડી હતી.
જે બાદ 7 નવેમ્બર, 2025 એમ 7 દિવસ સુધી આ ભાઈ-બહેનને 'ડિજિટલ અરેસ્ટ' કરીને તેમને ઘરની અંદર જ કેદ રાખ્યા હતા. તેમણે ધમકી આપી હતી કે જો તેઓ કોઈને પણ જાણ ક૨શે તો આ રાષ્ટ્રીય સ્ત૨નો ગુનો હોવાથી આખો પરિવાર જેલમાં જશે અને નોકરી પણ ગુમાવવી પડશે.
આરોપીઓએ ભાઈ-બહેનના ખાતામાંથી રકમો પડાવી લેવા માટે 'ફંડ વેરીફીકેશન' કરાવવું પડશે તેમ જણાવ્યું હતું. આ માટે તેમણે ડરાવીને ભાઈ-બહેન પાસેથી રૂ. 20.93 લાખની રકમ પડાવી લીધી. આ સાથે જણાવ્યું હતું કે, વેરીફિકેશન બાદ રકમ પરત મળી જશે
જો કે 6 નવેમ્બરના રોજ સાયબર ગઠિયાઓએ ફરીથી ફોન કર્યો હતો. જેમાં મકાન વેલ્યુએશનના નામે વધુ 10 લાખ રૂપિયાની માંગણી કરતાં ભોગ બનનાર ભાઈ-બહેનને શંકા ગઈ હતી. આથી તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
