News of Saturday, 29th November 2025
આણંદ પંથકમાં: પદયાત્રામાં જોડાતા નરહરિ અમીન

રાજકોટઃ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મ જયંતિના અવસર પર આયોજિત સરદાર @ 150 યુનિટી માર્ચ ‘‘એક ભારત આત્મનિર્ભર ભારત'' પર રાષ્ટ્રીય પદયાત્રા અંતર્ગત રાષ્ટ્રીય પદ યાત્રાના ત્રીજા દિવસે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકા થી સેવાસી ગામ વડોદરા જિલ્લા સુધી પદયાત્રા યોજાઇ હતી. જેમાં આંકલાવ ગામ થી ૧૩ કિલોમીટર વડોદરા જિલ્લાની હદ સુધી પદયાત્રા યોજાઇ હતી. આ પદયાત્રામાં કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રિય મંત્રી શ્રી સરબાનંદ સોનોવાલ, કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રી અજય ટમટા, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન, આણંદ લોકસભા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, વિજયભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુભાઈ પટેલ, આણંદ જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ યુવા મોરચા ભાજપ શ્રી પ્રશાંતભાઈ કોરાટ તેમજ આણંદ જિલ્લા પંચાયતના હોદ્દેદારો, આણંદ જિલ્લા ભાજપના હોદ્દેદારો, રાષ્ટ્રીય પદયાત્રીઓ, ગ્રામજનો વગેરે જોડાયા હતા.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
