તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th November 2025
વડોદરાનો રીઢો ગુનેગાર સાહિદ ઉર્ફે ભુરીયો જામીન પર છૂટ્યા બાદ MD ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપાયો
હુજરાત ટેકરા વિસ્તારમાં આવેલા મકાનમાં ડ્રગ્સનો વેચાણ કરતો: પોલીસે દરોડા પાડતા આરોપીના મકાનમાંથી 2.80 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું: ફરાર ડ્રગ્સ સપ્લાયરને દબોચવા કાર્યવાહી

વડોદરામાં રીઢા ગુનેગાર જેલમાંથી જામીન પર બહાર આવી નશાનો વેપલો કરતો ઝડપાયો છે. વડોદરાનો રીઢો ગુનેગાર સાહિદ ઉર્ફે ભુરીયો જામીન પર છૂટ્યા બાદ MD ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપાયો છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શહેરના હુજરાત ટેકરા વિસ્તારમાં શેરઅલી બાવાની દરગાહ પાસે આવેલા આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો. હુજરાત ટેકરા વિસ્તારમાં આવેલા મકાનમાં ડ્રગ્સનો વેચાણ કરતો હતો. પોલીસે દરોડા પાડતા આરોપીના મકાનમાંથી 2.80 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. ફરાર ડ્રગ્સ સપ્લાયરને દબોચવા કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર કાસમઆલા ગેંગના આરોપી સામે અત્યાર સુધી 14 ગુના નોંધાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી જેલમાંથી જામીન પર બહાર આવી MD ડ્રગ્સનું વેચાણ કરતા ઝડપાયો હતો. પોલીસે બાતમીના આધારે આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. ફરાર ડ્રગ્સ સપ્લાયરને દબોચવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
