News of Thursday, 27th November 2025
વડોદરામાં હવેથી બગીચામાં પ્રવેશ કરતા પહેલા વિઝિટરે નોંધણી કરાવવી પડશે
નામ અને સમય લખ્યા બાદ જ બગીચામાં પ્રવેશ મળશે: મનપાના નિર્ણય સામે બગીચામાં ફરવા આવતા લોકોમાં નારાજગી ફેલાઈ

વડોદરામાં બગીચામાં ફરવા માટે મનપાએ નોંધણી ફરજિયાત કરી છે. હવેથી બગીચામાં પ્રવેશ કરતા પહેલા વિઝિટરે નોંધણી કરાવવી પડશે. નામ અને સમય લખ્યા બાદ જ બગીચામાં પ્રવેશ મળશે. મનપાના નિર્ણય સામે બગીચામાં ફરવા આવતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. ફરજિયાત નોંધણીના નિયમને લોકોએ તઘલખી નિર્ણય ગણાવ્યો
બગીચામાં આવતા લોકોનું કહેવું છે કે લોકો અહીં કસરત કરવા અને ફિટ રહેવા માટે આવતા હોય છે. અહીં આ પ્રકારની નોંધણીની કોઈ જરૂર નથી. જો સુરક્ષાનો પ્રશ્ન હોય તો પેટ્રોલિંગ વધારવુ જોઈએ અને મનપાએ સીસીટીવી મુકવા જોઈએ.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
