તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
પ કરોડથી વધુ મતદારોને ફોર્મ વિતરણઃ ૧૧ લાખ મતદારોનું સ્થળાંતર
૧૦ લાખથી વધુ મતદારોનું અવસાનઃ ડીજીટાઇઝેશનમાં ટોપ ટેનમાં સૌરાષ્ટ્રમાંથી એક માત્ર ગિર સોમનાથ જિલ્લો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, ર૭: સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સધન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો ૪થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી (Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
૨૦૨૫ની મતદાર યાદીમાં નોંધાયેલા ૫ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જેમાં તાપી- સાબરકાંઠા- ગીરસોમનાથ- મહિસાગર- અમરેલી- બોટાદ-અમરેલી- નવસારી જિલ્લામાં ૧૦૦ ટકા ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જેમાંથી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
આ કામગીરીમાં ૮૫.૫૩ ટકા ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.
ગણતરી દરમિયાન રાજ્યભરમાં ૧૦ લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે ૧.૫ લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ ૧૧ લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂકયા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત ૧.૪૪ લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOને CEO કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવે છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
