તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
જે ૫૦૦ કરોડની ફિલ્મોને ન મળે એટલો પ્રેમ ૫૦ લાખમાં પામી ગયાઃ પૂ.જીગ્નેશદાદા
‘લાલો' ફિલ્મના કર્યા મુકતમને વખાણ

અમદાવાદઃ જાણીતા કથાકાર અને આધ્યાત્મિક વક્તા જીગ્નેશ દાદા (રાધે રાધે) દ્વારા તાજેતરમાં ગુજરાતી ફિલ્મ ‘‘લાલો - ક્રુષ્ણ સદા સહાયતે'' ના મુક્તકંઠે વખાણ કરવામાં આવ્યા છે. તેમણે ફિલ્મના યુવા કલાકારો અને નિર્માતાઓ પર ભગવાન શ્રી કળષ્ણની વિશેષ કળપા હોવાનું જણાવી તેમના સાહસને બિરદાવ્યું હતું.
જીગ્નેશ દાદાએ ફિલ્મ ઉદ્યોગની વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મોટા બેનરની ૫૦૦-૫૦૦ કરોડના જંગી બજેટ સાથે બનતી ફિલ્મોને પણ જે લોકચાહના નથી મળતી, તે આ યુવા ટીમે માત્ર ૫૦ લાખના સીમિત બજેટમાં મેળવી લીધી છે. તેમણે આ સફળતાનો સંપૂર્ણ શ્રેય દ્વારિકાનાથના આશીર્વાદને આપતા કહ્યું હતું કે, ‘‘પૈસા તો ચોર પણ કમાઈ શકે છે, પરંતુ આ ટીમે સમાજમાં સાચો પ્રેમ અને સન્માન કમાવ્યું છે, જે અમૂલ્ય છે.''
જીગ્નેશ દાદાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમણે વિવેચકોની પરવા કર્યા વિના પોતાના પરિવાર સાથે આ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ દરમિયાન તેમને સૌથી વધુ સ્પર્શી ગયેલી બાબત નિર્દેશક અંકિતની નામ પદ્ધતિ હતી. ભારતીય પરંપરામાં સામાન્ય રીતે વ્યક્તિના નામ પાછળ પિતાનું નામ જોડાતું હોય છે, પરંતુ અંકિતે સ્ક્રીન પર પોતાની ઓળખમાં માતાનું નામ જોડીને ‘‘અંકિત રેખાબેન'' તરીકે ક્રેડિટ આપી છે
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
