તા. ૧૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૪ શુક્રવાર
News of Thursday, 27th November 2025
સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર માવઠું :ખેડબ્રહ્મા અને ખેરોજ વિસ્તાર સહિત અનેક ગામોમાં વરસાદ
અચાનક વરસાદથી ખેરોજ, આગીયા, ચાંગોદ અને બાવળકાંઠિયા વિસ્તારો ભીના થયા.

સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર માવઠાનું મોકાણ જોવા મળ્યું છે. ખેલબ્રહ્મા અને ખેરોજ વિસ્તાર સહિત અનેક ગામોમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ નોંધાયો. દસથી પંદર મિનિટ સુધી પડેલા આ અચાનક વરસાદથી ખેરોજ, આગીયા, ચાંગોદ અને બાવળકાંઠિયા વિસ્તારો ભીના થયા. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
