<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

સુરતમાં વરાછા-સરથાણાના બ્રિજ નીચે જુગાર અને ગાંજાના ગેરકાયદેસર ધંધા ? ઉકેલ લાવવા માંગણી

સૂર્યપુર ગરનાળાથી સરથાણા જકાતનાકા સુધી દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી: વરાછાના રહેવાસીઓએ સ્થાનિક ધારાસભ્ય અને પાલિકાને પત્ર લખ્યો

સુરતમાં વરાછા-સરથાણાના બ્રિજ નીચે જુગાર અને ગાંજાના ગેરકાયદેસર ધંધાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે, કારણ કે બ્રિજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિકોના કહેવા મુજબ બ્રિજ નીચે કેટલાક લોકો ખુલ્લેઆમ જુગાર રમે છે અને ત્યાં જ નશાનો વેપાર પણ ચાલે છે. સૂર્યપુર ગરનાળાથી સરથાણા જકાતનાકા સુધી દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી હોવાનું જણાય છે. આ અંગે વરાછાના રહેવાસીઓએ સ્થાનિક ધારાસભ્ય  અને પાલિકાને પત્ર લખીને તમામ પ્રકારના દૂષણ, દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દૂર કરવાની માંગણી કરી છે. લોકોનું કહેવું છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવામાં આવે.

(1:50 PM IST)