<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ

પરેશ ધાનાણીના ભાજપ સરકાર સામે ચાબખા : જિજ્ઞેશ મેવાણીને સમર્થન

મુઠ્ઠીભર બેઇમાનોના ધર ભરવા માટે

લાખો ઈમાનદાર યુવાનોને દારુ અને

ડ્રગ્‍સના બંધાણી બનાવવાનુ ષડયંત્ર

હરગીજ ચલાવી લેવાય નહી,

ડ્રગ્‍સ માફિયા, વ્‍યાંજકવાદ અને

મિલકત માફિયાઓની સિન્‍ડિકેટે

હાલ સમગ્ર ગુજરાતના યુવાધનને

વર્ષોથી બાનમા લીધુ છે છતાંય,

જ્‍યારે કોઈ ઈમાનદારીથી આ ડ્રગ્‍સ

માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી

રહ્યુ છે ત્‍યારે,

લાગે છે કે શું બધાય બેઇમાનોનુ ટોળુ જ

ખુદ માફિયાઓને બચાવવા નિકળ્‍યુ હશે.?

શું માફિયાઓનો માલ ખાઈને નવી પેઢીને

બરબાદ કરવા માટે મોકળુ મેદાન મળશે.?

શું મારુ સંસ્‍કારી ગુજરાત હવે ડ્રગ્‍સ

માફિયાઓનુ પ્રવેશદ્વાર બનશે..?

શુ મારા ગુજરાતનો યુવાન હવે ખુદ ડ્રગ્‍સ

માફિયાઓનો ગુલામ બનશે..?

શું ઁસાહેબઁનુ ગુજરાત ખુદ માફિયાઓની

જ પીઠ થબ થબાવશે..?

શું સંવિધાનની સોગંદ ખાનારા ખુદ જ

સરકારની કઠપૂતળી બની જાશે..?

શુ ખુદ ઈમાનદાર અધિકારીઓની નોકરી

ઉપર જ જોખમ વધારાશે..?

શુ ખુદ ઈમાનદારોને ડરાવવા, ધમકાવવા,

ફસાવવા અને જેલમા ધકેલવાના ષડયંત્રો

રચાતા રહેશે..?

શુ હવે સુરક્ષાના પ્રતિક સમાન ટોપી/પટ્ટા ખુદ

સરકારી ઉંબરે ગીરવે મુકાવા મજબુર હશે..?

ના, ના, ના, હરગીજ નહી..,

સંવિધાનની રક્ષા કરે ઈ સિપાહી,

પાર્ટીના ઈશારે નાચે ઈ પટાવાળા,

મારુ ગુજરાત સંવિધાનના રક્ષકોને કાયમી

સલામ કરશે અને પાર્ટીના ઈશારે નાચનારા

સૌના જરુરથી પટ્ટા ઉતારશે..!

ઉડતુંગુજરાતંઅટકાવીએ.

-પરેશ ધાનાણી

વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા

 મો. ૯૪ર૬૯ ૩૮૦૦૭

(3:05 PM IST)