તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
બાવળા-બગોદરા હાઇવે ઉપર બે વાહનની ટક્કર : ૪ મોત
અમદાવાદના નરોડાથી બાલાજી કેટર્સના કર્મચારીઓ લગ્નપ્રસંગ માટે જઇ રહયા હતા ત્યારે બોલેરો પીક અપ વાન ટ્રકની પાછળ ઘુસી જતા દુર્ઘટના : ૪ ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ર૭: અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર આવેલ બાવળા-બગોદરા વચ્ચે આજે બપોરે પીક અપ વાન ટ્રકની પાછળ ઘુસી જતા ૪ વ્યકિતના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. જયારે ૪ ને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદ નેશનલ હાઈવે એટલે જાણે કે અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યો છે અને અકસ્માતો દિન પ્રતિદિન આ હાઇવે ઉપર વધતા જઈ રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર બાવળા બગોદરા હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે અને બે વાહનો ટકરાતા ઘટના સ્થળ ઉપર ચાર વ્યક્તિઓના મોત થયા છે.
આ અકસ્માતમાં (૧) પ્રકાશ માનક લાલ કટારા(ર) જોસના બેન છગનભાઈ રાઠોડ (૩)અજય સુભાષભાઈ કટારા(૪) અજાણી વ્યક્તિનો ભોગ લેવાયો છે.
જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થવા પામી છે ત્યારે આ અકસ્માત ભારે અરેરાટી ભર્યો સર્જવા પામ્યો છે અને હાઇવે ઉપર પણ ટ્રાફિક સર્જાતા તાત્કાલિક અસર એ બાવળા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને ટ્રાફિકને પૂર્વક કરાવી અને ઈજાગસ્તો અને બાવળા હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ થી બગોદરા ખાતે લગ્ન પ્રસંગમાં રસોઈ બનાવવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્ચાર અકસ્માત સર્જાવવા પામ્યો છે જેમાં ચાર લોકો ઘાયલ થયા છે જેને સારવાર માટે તાત્કાલિક અસરે સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા.
તાત્કાલિક અસરે સૂચના મળતા ૧૦૮ વાહન ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી અને બીજા ગ્રસ્તોને સારવાર માટે બાવળા હોસ્પિટલે તાત્કાલિક અસરે ખસેડવામાં આવ્યા.
બાલાજી કેટરર્સ ના કર્મચારી અમદાવાદ નરોડા થી બગોદરા પાસે એક રિસોર્ટમાં લગ્ન પ્રસંગમાં રસોઈ બનાવવા આવી રહ્યા હતા ત્યારે આકાશમાં સર્જાવા પામ્યો છે. (૪.૯)
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
