તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
સુરતમાં સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાની કાર્યવાહીને લઈને મોટો વિરોધ:AAPએ કલેક્ટરને આવેદન આપ્યું
DGVCL દ્વારા સોસાયટીઓમાં વીજ ગ્રાહકોએ ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવું પડશે તેવી નોટિસ પાઠવતા સ્થાનિકોમાં આક્રોશ

સુરતઃ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરત શહેરમાં સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાની કાર્યવાહીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવીને તાત્કાલિક સ્માર્ટ મીટર હટાવવાની માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.
આ વિવાદનું મૂળ DGVCL દ્વારા સોસાયટીઓમાં આપવામાં આવેલી નોટિસ છે. આ નોટિસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વીજ ગ્રાહકોએ ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવું પડશે. એટલું જ નહીં, જે લોકો આ સ્માર્ટ મીટર લગાવવાનો ઇનકાર કરશે, તેમનું વીજ કનેક્શન કાપી નાંખવામાં આવશે તેવી ચેતવણી પણ નોટિસમાં આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે, ગુજરાતના ઉર્જા વિભાગ તરફથી આ પ્રકારે મીટર ફરજિયાત કરવા અંગેનો કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર થયો નથી. તેમ છતાં કંપની દ્વારા આ પ્રકારે ધમકીભરી નોટિસ આપીને લોકોને સ્માર્ટ મીટર લગાવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
