તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
વડોદરામાં લોન રિકવરીના નામે ફરી દાદાગીરી: હપ્તો સમયસર ભર્યો છતાં એજન્ટો પાર્કિંગમાંથી કાર જબરદસ્તી ઉઠાવી ગયા !
ગાજરાવાડી વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્સના પાર્કિંગમાંથી કાર લઈ જતાં શખ્સોના સીસીટીવી ફૂટેજ વાયરલ

વડોદરામાં લોન રિકવરીના નામે ફરી દાદાગીરી શરૂ થયાની ઘટના સામે આવી છે. ગાજરાવાડી વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્સના પાર્કિંગમાંથી કાર લઈ જતાં શખ્સોના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. માહિતી મુજબ, કાર માલિકે હપ્તો સમયસર ભર્યો હોવા છતાં એજન્ટો પાર્કિંગમાં ઊભેલી કાર જબરદસ્તી લઈ જતા જોવા મળ્યા.
અગાઉ પોલીસની કડક કાર્યવાહી બાદ આવા ‘સીઝરો‘ શાંત થયા હતા, પરંતુ હવે ફરી એક વખત દબાણની રીતો અપનાવવા લાગ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ક્રેડિટ કાર્ડ, લોન અથવા અન્ય નાણાંકીય બાકી રકમ માટે કેટલાક એજન્ટો લોકો પર માનસિક દબાણ અને હેરાનગતી કરતા હોય છે. સમગ્ર મામલે પાણીગેટ પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને સંબંધિત એજન્ટોની ભૂમિકા અંગે વિગતો એકત્રીત કરી રહી છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
