તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
કોંગ્રેસ ગુજરાતમાં સર્વે કરી દારૂ-ડ્રગ્સ વેચનારનું લિસ્ટ તૈયાર કરી SP - ગૃહમંત્રીને સોંપશે
કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના પ્રહાર

ગાંધીનગર તા. ર૬: વાવ થરાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પોલીસના પટ્ટા ઉતારવા અંગેના મેવાણીના નિવેદન પર પક્ષ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ, થરાદ ખાતે મેવાણી વિરૂદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, સ્વાભાવિક છે જયારે વેદના હોય ને ત્યારે એનું ખૂબ દર્દ થતું હોય છે, દર્દ અને વેદનાભર્યા મહિલાઓની જે રજૂઆત હતી, તે રજૂઆતના અનુસંધાને કદાચ જનઆક્રોશ રેલી તો ર૧ તારીખે આવી, પણ આની અગાઉ પણ અનેક વખત મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઇને આવેદનપત્ર આપ્યા છે.
આ બંધ કરવા માટે, અમે તો આવનાર સમયની અંદર આ તમામ જેટલા પણ દારૂના અડ્ડા ચાલે છે, જેટલા પણ એમડીના વેપારી છે, કેફી પદાર્થોના વેચાણ કરવા વાળાનું સર્વે કરાવવાના છીએ. આમ વાઇઝ કરાવવાના છે, મહોલ્લાવાઇઝ કરાવવાના છીએ અને આ તમામ લિસ્ટ અમે ગૃહ વિભાગને, જે તે એસપીને આપવાના છે. એમના પોલીસવડા ઉપરના હોય એમને આપવાના અને ગૃહ મંત્રીને પણ આપવાના છીએ અને છતાં પણ કંટ્રોલ નહીં થાય તો અમે ગાંધીજી માર્ગે લોકોનો સહકાર પણ લેશું.
જિલ્લ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદના શિવનગરમાં એક જનસંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, સાંસદ ગેનીબેન ઠાકોર, વિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. શિવનગરની મહિલાઓએ મુખ્યત્વે પાણીના પ્રશ્નો અને પ્લોટની સનદ ન મળવાની સાથે સૌથી મોટી રજૂઆત દારૂ અને ડ્રગ્સની બદી વિશે કરી હતી.
રાજપૂતે જણાવ્યું કે દારૂની મર્યાદા વટાવીને હવે ડ્રગ્સ, સ્માઇક અને MD જેવા કેફી પદાર્થોનું સેવન એટલું વધી ગયું છે કે પૈસાની તંગી કે ડ્રગ્સની તડપને કારણે દર મહિને યુવાનો થરાદની કેનાલમાં આપઘાત કરી રહ્યા છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
