તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Wednesday, 26th November 2025
પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા ઝડપાયેલા કુલ 89 વિદ્યાર્થીઓમાંથી સુનાવણી માટે હાજર રહેલા 47 વિદ્યાર્થીઓને દંડ ફટકારાયો
પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કડક કાર્યવાહી હાથ ધરી

સુરતમાં પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગત વર્ષે લેવામાં આવેલી વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિ કરતા ઝડપાયેલા કુલ 89 વિદ્યાર્થીઓમાંથી સુનાવણી માટે હાજર રહેલા 47 વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓને 2,500 રૂપિયા થી લઈને 10,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે. પરીક્ષાની શુદ્ધતા જળવાઈ રહે એ હેતુથી યુનિવર્સિટીએ આ કડક પગલાં લઈ વિદ્યાર્થીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરરીતિ કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં આવશે નહીં.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
