<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ખેલાડીઓએ હાર-જીતની ચિંતા વગર રમતમાં શ્રેષ્‍ઠ પ્રદર્શન કરતા રહેવું જોઇએઃ અર્જુનભાઇ

ઓલ ઇન્‍ડીયા ફોરેસ્‍ટ સ્‍પોર્ટસ મીટના વિજેતા ખેલાડીઓને સન્‍માનતા વનમંત્રી

ગાંધીનગરમાં ફોરેસ્‍ટ સ્‍પોર્ટસ મીટના વિજેતા ખેલાડીઓનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાની હાજરીમાં સન્‍માન કરાયેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીરઃ નિમિષ ગણાત્રા-ગાંધીનગર)

ગાંધીનગર, તા., ૨૬ :  ગુજરાત વન વિભાગ દ્વારા તા. ૨૮મી ઓલ ઇન્‍ડિયા ફોરેસ્‍ટ સ્‍પોર્ટ્‍સ મીટ - ૨૦૨૫ (AIFSM) (૧૨ થી ૧૬ નવેમ્‍બર, દેહરાદૂન) માં ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓનો સન્‍માન સમારોહ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્‍યક્ષતામાં ગાંધીનગર ખાતે કોન્‍ફરન્‍સ હોલ,તાલીમ વિભાગ અક્ષરધામ પાસે યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ખેલાડીઓના ઉત્‍સાહમાં વધારો કરતાં મંત્રીશ્રી એ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્‍યું હતું કે,  ખેલાડીઓએ હાર અને જીતની ચિંતા કર્યા વગર હંમેશા રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રહેવું જોઈએ.

દેહરાદૂન ખાતે યોજાયેલ આ રાષ્‍ટ્રીય કક્ષાના સ્‍પોર્ટ્‍સ મીટમાં ગુજરાત વન વિભાગના ખેલાડીઓએ, ઉત્તમ પ્રતિભા દર્શાવી સુવર્ણ, રજત અને કાંસ્‍ય પદકો જીત્‍યાં હતા. તેમના આ ગૌરવમય પ્રદર્શનને અભિનંદન આપવા અને પ્રોત્‍સાહિત કરવા આ સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ તકે ગુજરાત વન વિભાગ દ્વારા ખેલાડીઓને આગામી AIFSM માં વધુ સારું પ્રદર્શન કરે એ માટે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે ડૉ એ. પી. સીંગ (IFS), PCCF & HoFF, ગુજરાત વન વિભાગ, ડો., શ્રી બી.પી. પતિ, PCCF (D & M), શ્રી આર.કે. સુગુર, PCCF (સોશિયલ ફોરેસ્‍ટ્રી) તથા શ્રી એસ.કે. શ્રીવાસ્‍તવ, APCCF (રીસર્ચ એન્‍ડ ટ્રેનીંગ) સહિત વિવિધ જિલ્લાઓ માંથી મોટી સંખ્‍યામાં ખેલાડીઓ, અધિકારીઓ તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:10 PM IST)