<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

પાદરામાં સરદાર પટેલ સર્કલ નજીક ડમ્પરચાલકે બાઇકચાલકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત

અકસ્માત બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

વડોદરા જિલ્લાના પાદરામાં સરદાર પટેલ સર્કલ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં બેફામ ડમ્પરચાલકે એક બાઇકચાલકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પાદરા પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(12:49 AM IST)