<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ડિપાર્ટમેન્ટ બાહરની વ્યક્તિ પોલીસકર્મીને કહી જાય તે સહન કરવાની જરૂર નથી: ડીજીપી વિકાસ સહાય

જીગ્નેશ મેવાણીનું નામ લીધા વગર DGPએ ચેતવણી આપી: પોલીસકર્મી ભૂલ કરે તો ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરશે

અમદાવાદમાં યોજાયેલા DGP ડેસ્ક એવોર્ડ કાર્યક્રમ દરમિયાન રાજ્યના DGP વિકાસ સહાયે પોલીસ વિભાગને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “પોલીસ ડિપાર્ટમેન્ટના બહાર કોઈ વ્યક્તિ પોલીસ કર્મીને કહી જાય, તે સહન કરવાની જરૂર નથી.”

વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી પોલીસ કર્મીની ભૂલ કે ખામીની વાત છે ત્યાં તેઓએ ઈશારો કરતાં જણાવ્યું કે, “પોલીસ કર્મી ભૂલ કરે તો તેના પર કાર્યવાહી કરવાનો અધિકાર વિભાગનો છે, બહાર કોઈને બોલવાની જરૂર નથી.” આ નિવેદન દરમિયાન તેમણે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ ઈશારો MLA જીગ્નેશ મેવાણી તરફ હોવાના સંકેત માનવામાં આવી રહ્યા છે.

DGP વિકાસ સહાયની સ્પીચ સાંભળતા કાર્યક્રમમાં હાજર પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ પરિવારના સભ્યોએ તેમના નિવેદનને સમર્થન આપતાં તાળીઓ પાડી હતી.

 

(11:44 PM IST)