<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ડીસા-રાધનપુર હાઈવે પર ભયાનક અકસ્માત ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત

ડમ્પર અચાનક ઉભુ રહી જતા પાછળથી આવી રહેલું ટ્રેલર અથડાયુ: રસ્તા પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ

બનાસકાંઠામાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. બનાસકાંઠાના ડીસા-રાધનપુર હાઈવે પર આવેલા થરા બ્રિજ નજીક ડમ્પર અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે. ડમ્પર અચાનક ઉભુ રહી જતા પાછળથી આવી રહેલું ટ્રેલર અથડાયુ હતુ. ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા ટ્રેલરચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. રસ્તા પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે ટ્રાફિક ક્લિયર કરાવીને તપાસ હાથ ધરી હતી.

(7:15 PM IST)