<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

રાષ્‍ટ્રીય એક્‍તા પદયાત્રાનો કાલે વલ્લભ વિદ્યાનગરના શાસ્‍ત્રી મેદાનથી શુભારંભ થશે

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં પદયાત્રા યોજાશેઃ કેન્‍દ્રિય અને રાજ્‍યના ઉચ્‍ચ પદાધિકારીઓ તથા અધિકારીઓ પણ થશે સંમેલિત

અમદાવાદ, તા.૨૫: ૨૬ નવેમ્‍બર એટલે બંધારણ દિવસ. આ દિવસે સમગ્ર ભારતમાં પૂર્વ નાયબ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતિના અવસરની ઉજવણી રાષ્‍ટ્રીય પદયાત્રા થકી કરવામાં આવી રહી છે. સરદાર પટેલના એકતા અને અખંડિતતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સ્‍તુત્‍ય પ્રયાસ આ રાષ્‍ટ્રીય એકતા પદયાત્રા થકી કરાયો છે.

કરમસદથી કેવડિયા સુધી યોજાનારી આ રાષ્‍ટ્રીય એકતા પદયાત્રાના શુભારંભ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે. આ યાત્રામાં કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના કેન્‍દ્રિય અને રાજ્‍યના ઉચ્‍ચ પદાધિકારીઓ તથા અધિકારીઓ સંમેલિત થશે.

રાષ્‍ટ્રીય પદયાત્રાનો વિસ્‍તળત કાર્યક્રમ જોઇએ તો, તા.૨૬ નવેમ્‍બરના રોજ સવારે ૯: ૦૦ કલાકે મહાનુભાવો સરદાર પટેલના નિવાસસ્‍થાને આવેલ સરદાર પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરશે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મંત્રીશ્રીઓ તથા કેન્‍દ્ર અને રાજ્‍યના પદાધિકારીઓની પ્રેરક ઉપસ્‍થિતિમાં વલ્લભ વિદ્યાનગર સ્‍થિત શાસ્‍ત્રી મેદાન ખાતે સરદાર સભાનું આયોજન કરાયું છે.

નિર્ધારિત કાર્યક્રમ અન્‍વયે બપોરના ૧૨:૦૦ કલાકે રાષ્‍ટ્રીય પદયાત્રાનું શાષાી મેદાનથી ફલેગ ઓફ કરીને પ્રસ્‍થાન કરાવવામાં આવશે. ત્‍યારબાદ આ પદયાત્રાના રૂટમાં જાહેર સ્‍થળોએ આવેલ સરદાર પટેલ સહિતના મહાનુભાવોની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી મહાનુભાવો દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે.

પ્રથમ દિવસે તા. ૨૬મી નવેમ્‍બરના રોજ આ રાષ્‍ટ્રીય પદયાત્રા શાસ્‍ત્રી મેદાન થઇને સરદાર પટેલ યુનિવર્સિટી, શહિદ ચોક, ભાઈકાકાની પ્રતિમા, ભાઈકાકા માર્ગ થઈને ટાઉન હોલ સર્કલ જશે. ત્‍યારબાદ બોરસદ ચોકડી થઈને જીટોડીયા રોડ, અંધારીયા ચોકડી થઈને નાવલી ખાતે પહોંચશે. જ્‍યાં સાંસ્‍કળતિક કાર્યક્રમ, નળત્‍ય નાટીકા - લોકડાયરો જેવા કાર્યક્રમો યોજાશે.

યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી રાષ્‍ટ્રીય પદયાત્રાની સાક્ષી બનશે પાંચ નદીઓ

મહી, વિશ્વામિત્રી, જાંબુઆ, ઢાઢર અને નર્મદા નદી ઐતિહાસિક રાષ્‍ટ્રીય પદયાત્રાની સાક્ષી બનશે

અમદાવાદ, તા. રપ : યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી રાષ્‍ટ્રીય પદયાત્રૉ એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ તો બનશે સાથે જ આ ઐતિહાસિક રાષ્‍ટ્રીય પદયાત્રાની સાક્ષી રાજ્‍યના ઇતિહાસ અને સંસ્‍કળતિની ધરોહર સમાન પાંચ સરિતાઓ પણ બનશે.

કરમસદથી સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી સુધી યોજાનારી આ રાષ્‍ટ્રીય પદયાત્રા આણંદ, વડોદરા અને નર્મદા એમ ત્રણ જિલ્લામાંથી પસાર થશે, ત્‍યારે ગુજરાતની પાંચ પવિત્ર અને સાંસ્ક્રુતિક રીતે મહત્ત્વની પાંચ નદીઓ તેની સાક્ષી બનશે. આ સરિતાઓમાં મહી, વિશ્વામિત્રી, જાંબુઆ, ઢાઢર અને રાજ્‍યની જીવાદોરી સમાન નર્મદાનો સમાવેશ થાય છે. પદયાત્રીઓ આ નદીઓના કિનારેથી પસાર થશે.

આ લોકમાતાઓ સંસ્કૃતિ, ઇતિહાસ અને જીવનનો પ્રવાહ છે ત્‍યારે આ પાંચ નદીઓના આશીર્વાદ સાથે રાષ્‍ટ્રીય પદયાત્રા ભારતીય સંસ્‍કળતિની સમૃદ્ધિ નું પ્રતિક બનીને રાષ્‍ટ્રનિર્માણ અને રાષ્‍ટ્રપ્રેમનો સંદેશ ફેલાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્‍વતંત્રતા સંગ્રામના મહત્ત્વપૂર્ણ તબક્કા સમાન ઐતિહાસિક દાંડી કૂચની સાક્ષી પણ રાજ્‍યની ૧૦ નદીઓ બની હતી, જેમાં સાબરમતી, ખારી, વાત્રક, મહી, ઢાઢર, નર્મદા, કીમ, તાપી, મિંઢોળા અને પૂર્ણા નદીનો સમાવેશ થાય છે. સરદાર સાહેબને સમર્પિત આ પદયાત્રા પણ રાષ્‍ટ્રીય એકતાની દિશામાં તે જ પવિત્ર પગલાને અનુસરશે.

રાષ્‍ટ્રીય પદયાત્રામાં સરદાર ગાથા સભા અને ગ્રામસભાઓ યોજાશે

પદયાત્રાના રૂટમાં કુલ ૧૧ સરદાર ગાથા સભા તેમજ ૧૦ ગ્રામસભાનું ભવ્‍ય આયોજનઃ સરદાર પટેલની પ્રેરણાદાયી ગાથાઓ, આદર્શો અને સિદ્ધાંતો જન-જન સુધી પહોંચાડવાનો મુખ્‍ય ઉદ્દેશ

અમદાવાદ, તા.૨૫: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતિની ઊજવણીના ભાગરૂપે કરમસદથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે યોજાનારી રાષ્‍ટ્રીય પદયાત્રા આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થઈને ૧૫૦ કિ.મી. જેટલું અંતર કાપી રાષ્‍ટ્રીય એકતાની સંવેદનાને ઉજાગર કરશે.

રાષ્‍ટ્રીય પદયાત્રા દરમિયાન અખંડ ભારતના નિર્માતા અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન મૂલ્‍યો, આદર્શો, સિદ્ધાંતો અને વિરાટ વ્‍યક્‍તિત્‍વને કથા અને પ્રવચનના માધ્‍યમથી લોકોના હૃદયમાં જીવંત રાખવા માટે કુલ ૧૧ સરદાર ગાથા સભા અને ૧૦ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કુલ ૧૧ સરદાર ગાથા સભા પૈકી ૨ (બે) સભા આણંદ જિલ્લામાં, ૬ (છ) સભા વડોદરા જિલ્લામાં તેમજ ૩ સભા નર્મદા જિલ્લામાં યોજાશે. આણંદના વલ્લભ વિદ્યાનગર સ્‍થિત શાષાી મેદાન ખાતે પ્રથમ સરદાર ગાથા સભાનું આયોજન કરીને રાષ્‍ટ્રીય પદયાત્રાનું ભવ્‍ય પ્રસ્‍થાન થશે. ત્‍યારબાદ આસોદર-આઈ.ટી.આઈ. આંકલાવ ખાતે ‘સરદારઃ ગાંધીના અડગ સાથી' વિષય પર દ્વિતીય સરદાર ગાથા સભા યોજાશે.

વડોદરા જિલ્લામાં યોજાનારી સરદાર ગાથા સભાની વિગતો પર નજર કરીએ તો, સિંધરોટ ખાતે  ‘સરદારઃ: ઓજસ્‍વી સેનાપતિ' વિષય પર, અટલાદરા બી.એ.પી.એસ મંદિર ખાતે ‘વિઠ્ઠલભાઈ - મણિબેન અને સરદાર' વિષય પર, જાંબુઆ ખાતે ‘આધુનિક ભારતના શિલ્‍પકાર - સરદાર' વિષય પર, કાયાવરોહણના લકુલેશ મંદિર ખાતે ‘કાશ્‍મીર-હૈદરાબાદ અને સરદાર' વિષય પર, સાધલી ગામ ખાતે ‘સરદાર અને તેમના સાથીદારો' તેમજ ‘જુનાગઢ-સોમનાથ અને સરદાર' વિષય પર, મોટા ફોફળીયા ખાતે ‘સરદારઃ બારડોલી સત્‍યાગ્રહના આગેવાન' વિષય એમ કુલ ૬ સરદાર ગાથા સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આવી જ રીતે નર્મદા જિલ્લામાં રાજપીપળા-પુરાની ક્રિકેટ એકેડમી ખાતે ‘વારસો અને પુનરુત્‍થાન - શાશ્વત સરદાર' વિષય પર, ભાણદ્રા ચોકડી ખાતે ‘સમાજ સુધારક સરદાર' વિષય પર અને એકતાનગર સ્‍થિત સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે સમાપન સભા એમ કુલ ત્રણ સરદાર ગાથા સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તદુપરાંત રાષ્‍ટ્રીય પદયાત્રાના માર્ગ પર આવતા ગામડાઓમાં સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો, એકતા અને રાષ્‍ટ્રનિર્માણમાં તેમના યોગદાનને લોકો સુધી પહોંચાડવાના મુખ્‍ય ઉદ્દેશ સાથે ગ્રામસભાના આયોજન થકી અનેકવિધ જનજાગૃતિ અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. સમગ્ર રૂટ પર કુલ ૧૦ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે, જૈ પૈકી આણંદ જિલ્લામાં એક ગ્રામસભા (આંકલાવ ખાતે), વડોદરા જિલ્લામાં સાત ગ્રામસભા અને નર્મદા જિલ્લામાં બે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સમાજને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોની દિશા આપતી તેમજ રાષ્‍ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે જાગૃત કરતી આ રાષ્‍ટ્રીય પદયાત્રામાં ઉત્‍સાહપૂર્વક જોડાઈને લોહપુરુષ સરદાર પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. 

(3:20 PM IST)