<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

વડોદરામાં ધીરગુરૂદેવના સાંનિધ્યે રવિવારે ઢુવાવાલા ઉપાશ્રય શિલારોપણ વિધિ

ઇન્દ્રપુરી ઉપાશ્રય શનિવારે આત્માની અનુભૂતિ વિષય ઉપર સવારે ૯ઃ૩૦ કલાકે પ્રવચન

રાજકોટઃ શ્રી ઇન્દ્રપુરી સ્થાનકવાસી જૈન સંઘ આજવા રોડ, વડોદરા ખાતે શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા  પૂ. શ્રી ધીરગુરૂદેવ ના શાલીન સાંનિધ્યે શ્રી જશવંતલાલ ગિરધરલાલ શાહ-ટુવાવાલા નૂતન ઉપાશ્રયની શિલારોહણ વિધિ તા. ૩૦ને રવિવારે સવારે ૯-૩૦ કલાકે ડુંગર દરબારના ઝાબક ભવન, આજવા રોડ ખાતે યોજાયેલ છે.
જયારે તા. ૨૮ના શુક્રવારે શાસ્ત્રીપોળ ઉપાશ્રયેથી વિહાર કરી અલકાપુરી ઉપાશ્રય અને તા.૨૯ના શનિવારે ઇન્દ્રપુરી ઉપાશ્રયે સવારે ૯-૩૦ કલાકે આત્માની અનુભૂતિ વિષય પર પ્રવચન યોજાશે.  
ઇન્દોરમાં દંતયજ્ઞ અને બત્રીસી અર્પણ શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે ડીવાઇન ચેરી. ટ્રસ્ટના સૌજન્યથી ૩૭ જેટલા દંતયજ્ઞ સંપન્ન થયા છે. સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા મહાવીર સેવાધામમાં દંતયજ્ઞમાં ૧રપ જેટલા દર્દીઅોની સારવાર અને જરૂરીયાતવાળાને નિઃશુલ્ક બત્રીસી અર્પણ કરાશે.
પૂ. પદમા મહાસતીજીના ર દાંત જાલંધર બંધ યોગ આયુવેદીક પધ્ધતી કાઢવામાં આવેલ સહુ કોઇ પ્રભાવીત થયા હતા કે આ દુઃખાવા વગર કાર્ય થાય છે.
બત્રીસી વિતરણમાં શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી જૈન ભોજનાલય મુ઼બઇના સહયોગથી દંતયજ્ઞ ચાલુ છે. ઍક બત્રીસીનો નકરો ર૦૦૦ રૂપીયા છે. તેના ગુણાંકમાં ગમે તેટલી બત્રીસીનો લાભ લઇ શકાશે. મો. ૯૯૭૯ર ૩ર૩પ૭.

(1:06 PM IST)