તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
અમદાવાદમાં પ્રદુષણ ચિંતાજનક : મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર
બોપલ અને ગોતામાં 218 AQI, થલતેજમાં 215 AQI, સોનીની ચાલીમાં 212 AQI, સેટેલાઈટ વિસ્તારમાં 205 AQI, ઉસ્માનપુરામાં 210 AQI, મણિનગરમાં 209 AQI, અને ગ્યાસપુરમાં 207 AQI નોંધાયા

અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષણનું સ્તર ભારે ચિંતાજનક બની ગયું છે. અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) મોટાભાગના વિસ્તારોમાં 200ને પાર કરી ગયો છે, જે “ખરાબ” અથવા ઝેરી હવા તરીકે વર્ગીકૃત થાય છે.
વિસ્તારવાર માપ અનુસાર, બોપલ અને ગોતામાં 218 AQI, થલતેજમાં 215 AQI, સોનીની ચાલીમાં 212 AQI, સેટેલાઈટ વિસ્તારમાં 205 AQI, ઉસ્માનપુરામાં 210 AQI, મણિનગરમાં 209 AQI, અને ગ્યાસપુરમાં 207 AQI નોંધાયા છે.
એન્વાયરનમેન્ટલ એક્સપર્ટ્સનું કહેવું છે કે આવા સ્તરના પ્રદૂષણથી હૃદય, ફેફસાં અને શ્વાસપ્રણાલી પર ગંભીર અસર પડી શકે છે. ખાસ કરીને બાળકો, વયસ્કો અને શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવનારાઓ માટે આ પરિસ્થિતિ જોખમી છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
